પરિવાર માં સુખ શાંતિ બની રહે એ માટે ગણપતિ બાપાનો આ ઉપાય કરો મહીને એકવાર

આ દુનિયામાં બહુ ઓછા એવા લોકો છે જે સુખી રહી શકતા હોય છે. કારણકે દરેક ના જીવન માં કોઈ ને કોઈ ટેન્શન તો હોય જ છે. ગરીબ લોકો જ નહિ પણ પૈસા વાળા લોકો ને પણ કોઈ ને કોઈ પરેશાની હોય જ છે પણ જીવનમાં પૈસા કરતા વધુ મહત્વની છે મનની શાંતિ. જો તમારા ઘર માં પણ શાંતિ નો અભાવ છે તો આજે અમે તમને ગણપતિ બાપા ના અમુક ઉપાયો વિષે જણાવીશું. જે કરવાથી તમારા દુખો નષ્ટ થઇ જશે.

ગણપતિ બાપા  વૈભવના દેવતા છે એમના આ ઉપાયો કરવાથી ઘર માં કલેશ દુર થઇ જાય છે. ગણપતિ બાપા બુદ્ધિ આપનારા દેવ છે. એમનો આ ઉપાય કરવાથી ઘર માં ઝગડા નહી થાય. બુધવાર ના દિવસે કેળા નું પાન લો અને તેને ભગવાન ગણેશ ની મૂર્તિ સામે રાખી દો. અને પછી તેમાં ચોખા ની ઢગલી, મોદક અને પાંચ સિક્કા આ ત્રણ વસ્તુઓ રાખો. અને પછી ભગવાન ગણેશ સામે ઘી નો દીવો કરી અને એમની આરતી કરો.

બની શકે તો આરતી સમયે ઘરના દરેક સદસ્યો એ હાજરી આપવી. અને પછી બધા એ ભગવાન ગણેશ સામે પોતાનું માથું નમાવી અને દર્શન કરવા આ બાદ જે ચોખા પૂજા માં રાખ્યા હતા તેને બીજા ચોખા સાથે મેળવી અને તેની ખીર બનાવી પરીવાર ના સદસ્યો ને તે ખવડાવો. આ શિવાય જે મોદક હતું તેનું પ્રસાદ રૂપે બધા એ સેવન કરવું. અને જે પૈસા વધ્યા હતા તે ગરીબો ને આપવા. આ ઉપાય કરવાથી તમારી દરેક પરેશાની દુર થશે.

90% પરિવાર માં મતભેદ વધુ પડતા પૈસા ને લીધે જ હોય છે. આ ઉપાય કરવામાં આવશે તો ઘર ના દરેક સદસ્યો પાસે પૈસા જરૂર માત્રા માં રહેશે. જો આ ઉપાય તમે ફક્ત એક વાર કરશો ત્યાં જ તમને ફર્ક દેખાશે. અને તમને સુખી ઝગડા રહિત પરિવાર નો આનંદ લઇ શકશો. જો તમારા ઘર માં પણ આવી કોઈ સમસ્યા છે તો તમે પણ કોઈ એક બુધવારે પરિવાર ના સદસ્યો ની હાજરી માં આ ઉપાય જરૂર કરો

Comments

comments


3,475 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 3 =