પનીર ટિક્કા મસાલા પિઝા – એકદમ ન્યુ સ્ટાઈલનાં પીઝા આજે જ નોંધી લો …

આજે આપણે બનાવીશું સૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે. જેથી સૌ કોઈ સરળતા થી તેને ઘરે બનાવી શકે છે.

સામગ્રી:

 • 1 નંગ પિઝા બેઝ,
 • 50 ગ્રામ પનીર,
 • 1 નંગ ટામેટું,
 • 1 નંગ ડુંગળી,
 • ½ કેપ્સિકમ,
 • 2 ચમચી દહીં,
 • 1 ક્યુબ ચીઝ,
 • ½ ચમચી બટર,
 • 1 ચમચી તેલ,
 • 1 ચમચી ચણા નો લોટ,
 • 1 ચમચી ચિલીફ્લેક્સ,
 • 1 ચમચી ઓરેગનો,
 • 1 કપ પિઝા સૉસ,
 • મસાલા..
 • નમક, મરચું પાઉડર, ધાણાજીરું, અને પંજાબી મસાલો.

રીત:

સૌપ્રથમ આપણે બધી સામગ્રીઓ ને કટ કરી લઈશું. જેમાં પનીર, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ છે.તાર બાદ આપણે એક બાઉલ લઈશું. તેમાં સૌપ્રથમ દહીં કાઢી લઈશું ત્યાર બાદ તેમાં ચણા નો લોટ ઉમમેરવો. ત્યાર બાદ તેમાં મક,મરચું પાઉડર, ધાણાજીરું અને પંજાબ્બી મસાલો ઉમેરવો. અને હવે તેમાં પનીર ના જીણા કરેલા ટુકડા ઉમેરી દેવા.
ત્યાર બાદ તેમાં ઉમેરીશું થોડું તેલ અને બધી જ સામગ્રીઓ ને ચમચી વડે મિક્સ ક્ક્રી પનીર ની એક ખૂબ જ સરસ પેસ્ટ બનાવી લેવી.
હવે એક પેન માં થોડું તેલ અથવા બટર ઉમેરી અને પનીર ની પેસ્ટ ને બરાબર સાંતળી લેવી. પનીર પ્રોપર કૂક થઈ જાય અને તેમાં બધા જ મસાલા ભળી જાય. એવી રીતે તેને મિક્સ કરી લેવું. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લઈશું.
હવે આપણે એક પેન માં થોડું બટર મૂકી પિઝા બેઝ ને બને તરફ શેકી લઈશું. તમે ચાહો તો જે બાજુ પર ટોપિંગ લગાવવાના હોય તે એક તરફ જ શેકો તો પણ ચાલે.
હવે પિઝા બેઝ શેકાઈ ગયા બાદ તેના પર પિઝા સૉસ પાથરી દઇશું. આ પિઝા સૉસ ઘરે ખૂબ જ સરસ બને છે. જેની રેસીપી મે આગળ શેર કરી જ છે. આને જો પિઝા સૉસ ના બનાવવો હોય તો ઘર માં પડેલો ટમેટો સૉસ પણ લઈ શકો છો.
હવે સૉસ ઉપર નું લેયર માં આપણે પિઝા ની તૈયાર કરેલી પેસ્ટ પાથરી દઇશું.પેસ્ટ ની જગ્યા પર તમને તળેલા પનીર પસંદ હોય તો તે પણ લઈ શકો છો.
હવે ના લેયર માં આપણે ટમેટો, ડુંગળી અને કેપ્સિકમ ના ટુકડા પાથરી લઈશું. તમે તમારી પસંદગી ના બધા જ વેજીટેબલઉપયોગ કરી શકો છો.
હવે ખમણી વડે પિઝા બેઝ પર ચીઝ સ્પ્રેડ કરી દઇશું.
હવે પેન નું ઢાંકણ ઢાંકી અને પિઝા ને 5 મિનિટ સુધી. કૂક થવા દઇશું. અથવા પિઝા પરનું ચીઝ મેલ્ટ થાય એટલો સમય પિઝા ને કૂક થવા દેવું.
તો હવે આપણો પિઝા કૂક થઈ ગયો છે. તો સર્વ કરો ગરમા ગરમ પનીર ટિક્કા મસાલા પિઝા.
નોંધ:

પનીર ની પેસ્ટ બનાવતી વખતે ધ્યાન રાખવું કે પનીર નો ભુક્કો ના થઈ જાય.પિઝા બેઝ શેકતી વખતે ધાયન રાખવું કે ગેસ ની આંચ ખૂબ જ ઓછી હોય નહિતર પિઝા જલ્દી થી બળી જશે.

રેસીપીનો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો :

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

 

Comments

comments


3,550 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 8