હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક હોટલ સ્ટાઈલ પંજાબી શાકની રેસીપી લાવી છું તમે એકલા પનીરનુ શાક, પાલકપનીરનુ શાક તો ખાધુ જ હશે આજ આ પનીર મેથીનુ શાક જરૂર ટ્રાય કરજો, બાળકોને મેથી અને પાલકની ભાજી ભાવતી નથી પરંતુ જો પનીર સાથે તેનુ પંજાબી શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જશે, તો ચાલો નોંધી…
સામગ્રી-
- 300-400ગ્રામ પનીર (ગરમ પાણી માં સોઅક કરી રાખવુ જેથી પનીર સોફ્ટ બને),
- 2 કપ તાજી સુધારેલી મેથી,
- 2+3 tbsp વ્હાઈટ ક્રીમ,
- 2-3 કાંદા સમારેલા,
- 4-5 મિડિયમ સાઈઝના ટામેટાં સમારેલા ,
- 8-10 કળી લસણ,
- 2-3 લીલાં મરચાં
- તજ, લવીંગ, એલચી, તમાલ પત્ર(2-3 નંગ) ,
- 1tbsp એવરેસ્ટ શાહી પનીર મસાલા,
- 1tbspલાલ મરચું,
- 1/2tspહળદર,,
- 1 tbspધાણાજીરું,
- ચપટી હીંગ ,
- મીઠું સ્વાાનુસાર,
- 8-10 નંગ કાજુ ,
- 1tbspમગજતરી,
- 6-8 tbsp તેલ
*રીત-
1–સૌ પ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં તજ લવિંગ એલચી તમાલ પત્ર નાખીને પછી કાંદા નાખી સાંતળવા,2–કાંદા બ્રાઉન થાય એટલે તેમાં ટામેટાં નાખીને બધું એકસાથે સાંતળવું કાંદા ટામેટાં ચડી જાય એટલે ઠંડું કરી તેમાંથી તમાલ પત્ર કાઢીને મિક્સરમાં પીસીને ગ્રેવી તૈયાર કરી સાઈડ પર મૂકી દયો.
3–હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં થોડું જીરું નાખી ને બારીક સમારેલી મેથીની ભાજી નાખીને સાંતળો,
4-ત્યારબાદ તેમાં ઉપર ના બધા સૂકા મસાલા નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળોને હવે તેમાં પીસેલી ગ્રેવી નાખી પાછું ૫)૧૦ મિનિટ સુધી સાંતળોતેમાં સ્વાાનુસાર મીઠું નાખીને,હવે મસાલાની સુગંધ આવે એટલે તેમાથોડું ફ્રેશ ક્રીમ નાખી ને હલાવો, છેલ્લે તેમાં પનીરના ટુકડા નાખી વધુ ૫ મિનિટ ગેસ પર જ ઉકળવા દો જરૂર લાગે તો થોડું પાણી નાખીને ઉકાળો.
લો તૈયાર છે હોટેલ સ્ટાઈલ મેથી પનીર.
સર્વે કરતી વખતે પ્લેટમાં શાક લઈ ઉપર થોડું ફ્રેશ ક્રીમ કસુરી મેથીને કોથમીરથી ગાર્નિશ કરોને પીરસો ગરમાગરમ રોટલી કે પરાઠા કે નાન સાથે બધા આંગળા ચાટતા રહી જશે…….
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ મેથી પનીરનુ પંજાબી શાક અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં…. બાય..
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)