પૈસાની તંગીને દૂર કરવા ઘરમા આ દિવસે લગાવો ઘનવેલ(મનીપ્લાન્ટ), થોડા સમયમા જ બની જશો માલામાલ…

દરેક લોકો ઈચ્છે છે કે તેના ઘરમાં વધુમાં વધુ પૈસા આવે. જેથી લોકો દિવસ રાત મહેનત પણ કરે છે. પણ ઘણી વખત લોકોને મહેનતનું ફળ નથી મળી શકતું. જે તમારા ખરાબ નસીબને કારણે પણ બની શકે છે. જો નસીબ ખરાબ હશે તો એક પછી એક બધા કામ ખરાબ થવા લાગે છે. પૈસાની બાબતમાં તમારા નસીબને અજમાવવા માટે તમે વાસ્તુ નો આશરો લઇ શકો છો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું ઘણી વસ્તુ પોઝેટીવ એનર્જી ઉત્પન્ન કરે છે. અને આ પોઝેટીવ એનર્જી તમારા ઘરમાં બધું જ સારું સારું કરે છે. આ માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મનીપ્લાન્ટ લગાવવા જોઈએ. મનીપ્લાન્ટ નો છોડ નો સંબંધ સીધો તમારા ઘરની લક્ષ્મી એટલે પૈસા સાથે હોય છે. તે ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી પૈસાની આવક વધી જાય છે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા પણ જલ્દી ખર્ચ થઈ શકતા નથી.

અને જો ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લાગેલો હશે અને તો પણ કઇ ફાયદો નહીં થતો હોય તો તેને લગાવતી વખતે જરૂર કોઈ ભૂલો કરી હશે. તેને અઠવાડિયાના એક ચોક્કસ દિવસ એક ચોક્કસ વિધિ સાથે જ લગાવવો જોઈએ. જેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આ દિવસે લગાવો ઘરમા મનીપ્લાન્ટ

જો તમે પણ તમારા ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છો તો તેને શુક્રવાર ના દિવસે લાગવાનો આગ્રહ લાગો. આ દિવસે તેને ઘરમાં લગાવવાથી સૌથી વધુ લાભ થાય છે. શુક્રવારનો દિવસ લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. અને લક્ષ્મીજી ધનની દેવી છે. તેવામાં લક્ષ્મીમાંનો દિવસે એટલે કે શુક્રવારએ ઘરમાં મનીપ્લાન્ટ લગાવવો પૈસાની દ્રષ્ટિ એ ઘણું શુભ માનવામાં આવે છે. તમે એક જુદા કુંડામાં નવો મનીપ્લાન્ટ પણ લગાવી શકો છો. જો તમારું કુંડુ મોટું છે તો તમે તે કુંડા માં પણ મનીપ્લાન્ટ નો નવો છોડ જોડી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખશો કે તે કામ તમે શુક્રવારે જ કરો.

આ છે મનીપ્લાન્ટ લગાવાની સાચી વિધિ

જો તમે પણ તમારા ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાના છો તો તેને સૌપ્રથમ લક્ષ્મીજીની સામે મૂકી દો અને પછી લક્ષ્મીજીની આરતી અને પૂજા કરો. ત્યારબાદ આ મનીપ્લાન્ટની પૂજા કરો અને ત્યાર પછી જ તેને કોઈ કુંડા કે બોટલ માં લગાવી દો. આ વિધિથી લગાવવામાં આવેલો મનીપ્લાન્ટ ઘણો વધુ લાભ આપે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,279 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 6