દરેક વ્યક્તિ તેમની પોતાની અથવા તો કોઈ બીજા વ્યક્તિ ની ટેવો તેમજ તેમના સ્વભાવ ના સંદર્ભે જાણવા ઈચ્છે છે. જો જ્યોતિષ વિદ્યા મુજબ વાત કરીએ તો દરેક વ્યક્તિ ના પગ ના આકાર જોઈ ને તેમના સ્વભાવ કેવો છે તે જાણી શકાય છે. તેમાં ઉલ્લેખ છે કે માનવ શરીર ના અંગો ની બનાવટ, તેનો આકાર તેમજ રંગ થી માનવ સ્વભાવ જાણી શકાય છે તેમજ તેમના ભવિષ્ય ની જાણકારી પણ મેળવી શકાય છે.
કોઈપણ વ્યક્તિ ના પગ ના આકાર થી નક્કી કરી શકાય છે કે તે સ્ત્રી કે પુરુષ નો વ્યવહાર, તેના આચાર-વિચાર તેમજ તેમના કાર્ય ક્ષેત્ર મા તે કેટલા પ્રવીણ છે. અત્યારે વધુ વાત કરવામાં આવી છે કે પતિ-પત્ની ના પગ જોઈને જાણી શકાય છે કે બંને મા કોનું વધારે વર્ચસ્વ રહશે તેમજ તેમનો ગૃહસ્થ જીવન કેવું વ્યતીત થશે.
આ સંસાર મા પતિ-પત્ની નો સંબંધ અનમોલ હોય છે કેમકે બે અજાણ્યા વ્યક્તિઓ આખી જીંદગી એક બીજા નો સાથ આપવા માટે સમાજ તેમજ બંને પરિવારો તેમને એક સૂત્ર મા બાંધી દે છે. આ સમય વીતવા સાથે બધા જ પારિવારિક સંબંધ સાથ છોડી દેતા હોય છે. માં,બાપ,ભાઈ,બહેન અહીં સુધી કે સંતાન પણ એક સમયે સાથ છોડીને ચાલ્યા જાય છે પણ પતિ-પત્ની એકબીજા નો સાથ ક્યારેય નથી છોડતા.
જ્યાં સુધી બન્ને જીવિત હોય છે ત્યાં સુધી બન્ને સાથ નિભાવે જ છે. આ ગૃહસ્થ જીવન નો અંત બન્ને માંથી કોઈ એક અથવા બન્ને ના મૃત્યુ બાદ જ આવે છે એટલે તો એમને જીવનસાથી શબ્દ થી સંબોધવામાં આવે છે.આ જીવન ના સફર મા ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે ક્યારે એક સાચું તો બીજું ખોટું,એક નરમ તો બીજું કઠોર પરંતુ આ બધી બાબતો પરિસ્થિતિ ને અનુરૂપ હોય છે. તો આજે વાત કરવામાં આવે છે કે પગ ના આકારે કેવી રીતે જાણી શકાય ગૃહસ્થ જીવન કેવું રેહશે.
પગ ના અંગુઠા પાસે ની પેલ્લી આંગળી જો મોટી હોય :
જે વ્યક્તિઓ ના પગ ના અંગુઠા ની પાસે ની પેહલી આંગળી મોટી હોય તેમજ બાકી રહેલ આંગળીઓ નાની હોય તો તેવા લોકો કોઈપણ કાર્ય ને સાવ જુદી રીતે કરવા માંગે છે. પરંતુ તેમનો સ્વભાવ પોતાના સાથી ઉપર હાવી થવા લાગે છે. આ મુજબ નો પગ સૂચવે છે કે તેમને બધું તેમના મુજબ થવું વધુ પસંદ હોય છે. જેથી આ લોકો ની ઈચ્છા એવી હોય છે કે તેમને દરેક જગ્યાએ માન-સમ્માન મળે તેમજ બધા લોકો તેમની વાત નુ અનુસરણ કરે.
આ લોકો ને ઘર-પરિવાર હોય કે પછી સમાજ પણ તેમની ઈચ્છા મુજબ જો કામ ન થાય તો તેમને ગુસ્સો જલ્દી આવી જાય છે. એવા મા જો પતિ-પત્ની વચ્ચે ની વાત કરવામાં આવે તો જેમને પણ આ રીતે આંગળી મોટી હોય તો તે પોતાના જીવનસાથી ઉપર હાવી રહે છે. તેમજ જો પતિ-પત્ની બન્ને ની આંગળીઓ મોટી હોય તો આ એક ચિંતા નો વિષય બને છે કેમકે ત્યારે બન્ને એક બીજા ઉપર હાવી થવા ની હરોળ મા અભિમાન તેમજ ઘર મા કંકાસ ને નોતરે છે.