ટીમ ઇન્ડિયાનો ઓલ-રાઉન્ડર સ્ટાર હાર્દિક પંડ્યા હાલમાં સોશીયલ મિડીયામાં ખુબ ફેમસ થઇ રહ્યો છે. ભારતને બાંગ્લાદેશની વિરુધ્ધ છેલ્લી ઓવરમાં જીત અપાવીને હીરો બનેલ હાર્દિક પંડ્યાનો એક ફોટો સોશીયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો છે.
પંડ્યાની સાથે હાલમાં એક છોકરીની તસ્વીર સોશીયલ મિડીયામાં વાઈરલ થઇ છે. આ છોકરીનું નામ ‘લીશા શર્મા’ જણાવવામાં આવે છે. લીશા શર્મા એ એક કોલકાતાની ટોપ મોડલ માંથી એક છે. જોકે, તેનો જન્મ જમશેદપુરમાં થયો હતો પણ મોડેલિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે તે કોલકાતામાં રહે છે.
લીશાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાની સાથે ખેંચેલ ફોટો અપલોડ કર્યો છે. એક અંગ્રેજી વેબસાઈટ મુજબ પંડ્યા અને લીશા બંને એકબીજાને એક વર્ષથી ઓળખે છે. તેઓ બંને એક સાથે કોલકાતાના મોલમાં પણ સ્પોર્ટ થઇ ચુક્યા છે.
૨૧ વર્ષીય લીશા મોડેલિંગની દુનિયામાં પ્રખ્યાત છે. તે મશહૂર ડીઝાઇન મનીષ મલ્હોત્રા અને સવ્યસાંચી જેવા મોટા મોટા ડીઝાઇનર્સ માટે રેંપ વોક પણ કરી ચુકી છે. તે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની બેસ્ટ ફ્રેન્ડ છે.
જયારે લીશા ને પૂછવામાં આવ્યું કે, ‘તમે બંને ફ્રેન્ડ છો કે કઈ બીજું પણ?’ ત્યારે હસતા હસતા જણાવે છે કે, અત્યારે તો ફક્ત દોસ્ત જ છીએ. આ ઉપરાંત તેણીએ એ પણ જણાવે છે કે, હું મારા પરિવાર માંથી મોડલ બનનાર પહેલી ગર્લ છુ, અને મને સફળતા મળશે તેમાં ખુબ વિશ્વાસ છે. હું પંડ્યાના એટીટ્યુડની ખુબ મોટી ફેન છુ.
લીશા જણાવે છે કે પંડ્યા બોલીવુડના એક્ટર ‘રણવીર સિંહ’ જેવા છે, અને મને તે ખુબ પસંદ છે.’ આ બંને એક વાર રેસ્ટોરન્ટમાં પણ સાથે દેખાયા હતા. તે કહે છે કે પંડ્યાને ચીકન બિરયાની અને સ્ટ્રોબેરી ખુબ પસંદ છે.
પંડ્યાના સ્વભાવ વિષે લીશા જણાવે છે કે તેનો નેચર શાંત અને એક પરફેકટ માણસ છે. તેથી મને તેમનો સ્વભાવ પસંદ છે. સાથે જ એ પણ કહ્યું કે હાર્દિક એક પરફેકટ ડેટ મટેરિયલ છે.