માત્ર ૧૦ હજારમાં ફરવું છે ગોવા તો સમજીલો આ સ્કીમ વિષે આનાથી સસ્તુ નહિ મળે

મિત્રો આપણા ગુજરાતી લોકો બે વસ્તુ ના ખૂબ જ વધુ પડતા શોખીન છે. એક તો નવી-નવી વાનગીઓ બનાવી તેનો સ્વાદ લેવા નો અને બીજુ નવી-નવી જગ્યાઓ ની મુલાકાત લેવા નો. હાલ થોડા સમય પૂર્વે કાળઝાળ ગરમી સાથે પરીક્ષાઓ નો ગરમા-ગરમી નો માહોલ ચાલી રહ્યો હતો.

જેની પૂર્ણાહુતી થવા જઈ રહી છે. આ પરીક્ષાઓ પૂર્ણ થતા જ વેકેશન નો પ્રારંભ થશે અને સાથે એક મુંઝ્વણ પણ ઉદ્દભવશે કે આ વેકેશન મા કયા ફરવા જવુ ? જો તમે પણ આ જ મૂંઝવણ નો હાલ શિકાર બની ગયા છો તો આજે આ લેખ મા તમને આ મૂંઝવણ નુ નિરાકરણ બતાવીશુ.

હાલ આઈ.આર.સી.ટી.સી દ્વારા ઉનાળા ની રજાઓ નો અદ્દભૂત લ્હાવો માણવા માટે એક અદ્દભૂત પેકેજ ની જાહેરાત કરાઈ છે. આ પેકેજ નુ નામ છે વેકેશન સ્પેશિયલ એસ.ઝેડ.બી ૩૫૪. આ પેકેજ મા તમે ગોવા-હૈદરાબાદ- પુરી-કોણાર્ક તથા કોલકતા જેવી મનમોહક જગ્યાઓ ની મુલાકાત લઈ શકો છો.

આઈ.આર.સી.ટી.સી. નુ આ પેકેજ એક ટ્રેન ની લાંબી યાત્રા છે. જેનો પ્રારંભ ૨૦ મે થી થવા નો છે. આ ટ્રેન નુ બોડિંગ સ્ટેશન મદુરાઈ , ત્રિવેન્દ્રમ , કોલમ , કોટામય , એર્નાકુલમ ટાઉન , ત્રિશશુર , શોરનૂર જંકશન , કોઝીકોડ , કૂનુર , કસરોગોડ છે તથા ડી- બોર્ડિંગ સ્ટેશન પાલકકાડ , ત્રિશશુર , એર્નાકુલમ , કોટામય , ત્રિવેન્દ્રમ તથા મદુરાઈ છે.

આઈ.આર.સી.ટી.સી. ના આ વેકેશન સ્પેશિયલ પેકેજ નુ મુલ્ય ૧૦,૩૯૫ છે. એનો અર્થ એવો કે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦,૩૯૫ રૂપિયા નો ખર્ચ થશે. જો તમે આ વિશે હજુ પણ કઈ વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો તમે આઈ.આર.સી.ટી.સી. ની વેબસાઈટ પર જઈ ને મેળવી શકો છો.

Comments

comments


3,270 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =