OMG ભારત મેચ રમ્યા વગર પહોંચી જશે ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને ‘બાબાજી કા ઠુલ્લુ’

africa-match15_1427256282

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ.

વર્લ્ડકપ-2015ની એક ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે, આ ટીમ છે ન્યૂઝીલેન્ડ. દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં ચાર વિકેટે હરાવી ફાઇનલમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે.

બીજી ફાઇનલિસ્ટ ટીમ 26 માર્ચના રોજ નક્કી થશે. આ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમા બીજી સેમિ ફાઇનલ રમાશે. સિડનીમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આ
વરસાદ મેચમાં પણ વિધ્નરુપ બનશે તો ભારતને ફાયદો થશે. મેચમાં વરસાદ પડે તો શું થાય તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.

આઈસીસીએ રાખ્યો છે રિઝર્વ ડે

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ઘણી વખત વરસાદ વિધ્નરૂપ બનતો હોવાથી આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. એટલે કે જો 26 તારીખે રમાનાર મેચમાં વરસાદ પડશે તો 27 માર્ચના રોજ મેચ રમાશે. જોકે 27 તારીખે પણ વરસાદ પડે તો શું થાય તેવી ચર્ચા ભારત અને ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે.

..તો ભારત પહોંચશે ફાઇનલમાં

સિડનીમાં 26 અને 27 માર્ચ એમ બન્ને દિવસે રમનાર મેચમાં વરસાદ પડે અને મેચ ન રમાય તો ભારતને ફાયદો થઈ શકે છે. ભારત મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી જશે. વરસાદના કારણે મેચ ન રમાય તો નિયમ પ્રમાણે, લીગ મેચના પ્રદર્શનના આધારે ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાય. લીગ મેચમાં ભારત એકપણ પરાજય વગર નંબર વન ટીમ રહી હતી. બીજી તરફ એક પરાજય અને એક મેચ રદ થતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે હતું. તેથી લીગ મેચમાં પોઈન્ટ વઘારે હોવાથી ભારત ફાઇનલમાં પહોંચી જશે.

સિડનીનું હવામાન

સિડનીમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

6172034-3x2-940x627

વર્લ્ડકપમાં ત્રણ મેચમાં પણ પડ્યો વરસાદ

સિડનીમાં રમાયેલી વર્લ્ડકપની ત્રણ મેચમાં પણ વરસાદ વિધ્નરૂપ બન્યો હતો. લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા – ઇંગ્લેન્ડ વચ્ચેની અને અફઘાનિસ્તાન- ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડ્યો હતો. આ પછી ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં પણ વરસાદ પડ્યો હતો.

africa-match18_1427256913

સિડનીનું સ્ટેડિયમ છે ટોપ થ્રીમાં

સિડની કેટલાક કુખ્યાત સ્ટેડિયમમાંનું એક છે જ્યા વરસાદના કારણે મેચ રદ કરવાની સંભાવના વધારે રહે છે. આ મેદાન પર અત્યાર સુધી 143 વન ડે રમાઇ ચુકી છે જેમાંથી 7 મેચ વરસાદનો શિકાર બની છે. આ શ્રેણીમાં સિડનીનું મેદાન ત્રીજા સ્થાન પર છે, એટલે કે કેટલાક એવા પણ મેદાનો છે જે આ મેદાન કરતા પણ વધારે કુખ્યાત છે.

Comments

comments


2,000 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 6