લંડન, અને ઓસ્ટ્રેલિયા બાદ હવે જાપાનમાં નગ્ન રેસ્ટોરન્ટ ખુલ્યું છે. જાપાનના આ NUDE રેસ્ટોરન્ટમાં તમે કપડા પહેરીને ન જઈ શકે.
આ રેસ્ટોરન્ટનું નામ ‘અમૃતા’ છે, જે સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે. આમાં 18 થી 60 વર્ષની ઉમરના બધા લોકો જઇ શકે છે. ‘અમૃતા’ ભારતીય નામ છે. આ રેસ્ટોરન્ટના નિયમો પણ ભયંકર છે. અહી આવતા લોકોને રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતા પહેલા વજન ચેક કરાવવો પડે. જો જે લોકો જાડા હોય તે આમાં ન જઈ શકે.
આની અંદર જતા જ તમને કાગળથી બનેલ અન્ડરગાર્મેન્ટ્સ આપવામાં આવે છે. જો તમારા કદ મુજબ તમારો વજન 15 કિલો કરતા વધુ હોય તો આમાં એન્ટ્રી ન મળે. આ રેસ્ટોરન્ટ જાપાનની રાજધાની ‘ટોકિયો’ માં બનેલ છે.
અહી એડવાન્સમાં ઓનલાઈન પેમેન્ટ અને બુકિંગ કરાવવું પડે છે. આની ખાસવાત એ છે કે જયારે તમે અંદર પ્રવેશો ત્યારે તમારા મોબાઈલ ફોન આપવામાં આવતા એક બોક્સમાં મુકવા પડે છે, જેથી કોઈ ફોટોગ્રાફી ન કરી શકે. અહી વેઈટર દ્વારા ભોજન સર્વ કરવામાં આવે છે અને પુરુષ મોડેલ ડાંસ પણ કરે છે. આમાં જવાનું બિલ 52 હજાર રૂપિયાની આજુબાજુ છે.
આ ખુબ મોંધુ રેસ્ટોરન્ટ છે. આમાં એડવાન્સમાં બુકિંગ કરેલ લોકોનું લીસ્ટ પણ ખુબ લાંબુ છે. અહી વેઈટર અને વેઇટ્રેસ પણ ન્યુડ હોય છે.
આની અંદર બનેલ ટેબલ ઉપરાંત તમામ ફર્નીચર લાકડાના છે. અહી વેજ અને નોનવેજ બંને સર્વ થાય છે. અહી માટીના વાસણોમાં ભોજન અપાય છે. આની અંદર બનેલ વસ્તુઓ પ્રાકૃતિક છે.