બધા લોકોને કઈને કઈ ખાવાનો શોખ હોય છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનોખી વસ્તુઓ ના કિસ્સાઓ લોકોને રોજ સાંભળવા/જાણવા મળે. જોકે, અમુક વસ્તુઓ એવી હોય છે જેણે માનવીઓ ન ખાઈ શકે. આજે અમે તમને એવી નવાઈ પમાડે તેવી વાત જણાવશું જેણે જાણીને તમે વિચારમાં પડી જશો. પણ આ સાચું છે.
ઉત્તરપ્રદેશના બનારસમાં રહેલી ૭૮ વર્ષની વૃદ્ધ મહિલા, જેણે રોજ રેતી (ધૂડ) ખાવાનો શોખ છે. લો બોલો! માણસો તો રેતી ને પણ નથી છોડતા..!! આ મહિલાનું નામ કુસુમાવતી છે. આ પાછલા ૬૩ વર્ષોથી રોજ ૨ કિલો રેતીનો ડોઝ લે છે. જો તેણે રેતી ન આપવામાં આવે તો તે બેચેન થવા લાગે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાના પેટમાં ખાધેલી રેતી પચી પણ જાય છે. ઉપરાંત આનાથી શરીરમાં કોઈ નુકશાન પણ નથી થતું. આવું તો ફક્ત આપણા ભારતમાં જ જોવા મળે.
ખરેખર, આ વૃદ્ધ મહિલાને રેતી ખાવાની ટેવ ૧૫ વર્ષની હતી ત્યારે પડી. જયારે તે નાની હતી ત્યારે પેટમાં દુખાવાને કારણે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોકટરે તેને અડધા ગ્લાસ દુધમાં બે ચમચી રેતી નાખી પીવાનું કહ્યું. બસ, પછી શું… ત્યારથી જ આ અજીબોગરીબ ટેવ પડી ગઈ.
ડોકટર્સનું માનવું છે કે રેતી ખાયા બાદ પણ આમની પાચન શક્તિ નોર્મલ રહે છે. આમને કોઈ બીમારી નથી. હવે આ મહિલાને એક પ્રકરણ વ્યસન થઇ ગયું છે. જો આ રેતી ન ખાઈ તો તેણે કઈ કામમાં મન જ નથી લાગતું.