દુનિયામાં ધણી એવી જગ્યાઓ છે જ્યાં પુલ બનાવવાની શક્યતા જ નથી. છતા પણ અમુક જગ્યાએ દોરીથી પુલ બનાવવામાં આવ્યો છે, જે હવામાં લટકતા જોવા મળે છે. દોરી વડે બનાવવામાં આવેલ પુલને રોપબ્રીજ કહેવાય છે. તો જુઓ દુનિયાના ખતરનાક પુલો…
ઇન્કા રોપ બ્રીજ અથવા કેશવા ચાકા બ્રીજ, પેરુ
આ પુલને જંગલી ધાસની દોરીથી બનાવવામાં આવેલ છે. આ પુલની લંબાઈ ૧૧૮ ફૂટ છે અને તેની ઊંચાઈ ૨૨૦ ફૂટ. દરવર્ષે આ પુલને રિપેરિંગ કરવામાં આવે છે.
હુસેની હેગિંગ બ્રીજ, પાકીસ્તાન
પાકીસ્તાનનો આ સૌથી ખતરનાક બ્રીજ છે. ૨૦૧૧માં વધારે વરસાદને કારણે આ બ્રીજ નષ્ટ થયો હતો.
ઈયા વેલીનો બિન બ્રીજ, જાપાન
જાપાનમાં છુપાયેલ ત્રણ ખીણ માંથી આ એક ઈયા વેલીમાં જુના જમાનામાં બનેલ ત્રણ દોરીનો પુલ છે.
કોટ્મેલ ફૂટ બ્રીજ, શ્રીલંકા
શ્રીલંકાનો આ પુલ કોટ્મેલ નદી પર બનેલ છે.
કેરિક-એ-રીડ બ્રીજ, આયર્લેન્ડ
આ સુપ્રસિદ્ધ રોપ બ્રીજ છે. આયર્લેન્ડના કાઉંટી એન્ટ્રીમની પાસે બાલીનટાઈની પાસે સ્થિત છે.