ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં યોજાનાર વર્લ્ડકપને હવે બે દિવસ જેટલો સમય બાકી છે. વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાવાની છે.ત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશો તરફથી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ક્રિકેટ રમ્યા હોય તેવા ક્રિકેટરો વિશે જણાવી રહ્યું છે.
ક્રિકેટર અબ્દૂલ હફિઝ કરદારનો જન્મ 17 જાન્યુઆરી 1925ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના પંજાબ પ્રાંતમાં થયો હતો. તે આઝાદી પહેલા ભારત અને આઝાદી પછી પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમ્યો હતો.આ ક્રિકેટર ફાધર ઓફ પાકિસ્તાન ક્રિકેટ તરીકે ઓળખાતો હતો.કરદારે ભારત તરફથી 3 ટેસ્ટ અને પાકિસ્તાન તરફથી 23 ટેસ્ટ મેચો રમી હતી. ભારત તરફથી 3 ટેસ્ટ રમતા તેને 80 રન બનાવ્યા હતા.જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 43 રન હતો. તો પાકિસ્તાન તરફથી 1952થી 1958 સુધી 23 ટેસ્ટમાં 847 રન બનાવ્યા હતા. જેમાં બેસ્ટ સ્કોર 93 રન હતો. તો સાથે જ પાકિસ્તાન તરફથી કરદારે 21 વિકેટો પણ ઝડપી હતી.
અબ્દૂલ હફિઝ કરદાર સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ કેપ્ટન હતા અને તેઓ પોતાની કારકિર્દીમાં તમામ મેચો કેપ્ટન તરીકે જ રમ્યા હતા. અબ્દુલ હફિઝ કરદાર વિશ્વના એવા પ્રથમ કેપ્ટન હતા,જેની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. પાકિસ્તાનની ઇંગ્લેન્ડમાં આ પ્રથમ જીત હતી.તો કરદારની કેપ્ટનશીપમાં પાકિસ્તાને ભારત સામે 1952માં પ્રથમ વિજય મેળવ્યો હતો.તો સાથે જ કરદાર 1972થી 1977 સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને સિલેક્ટર પણ રહ્યાં હતા.
ગુલ મોહમ્મદઃ
ગુલ મોહમ્મદ ભારત તરફથી 1946-52માં 8 ટેસ્ટ મેચ રમ્યા હતા. દરમિયાન તેમને 166 રન બનાવ્યા જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 24 રન હતો. સાથે તેમને 2 વિકેટ પણ ઝડપી હતી. તો પાકિસ્તાન તરફથી ગુલ મોહમ્મદે 1956માં 1 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમને 39 રન બનાવ્યા હતા.
આમિર ઇલાહીઃ
આમિર ઇલાહીએ ભારત તરફથી 1947માં 1 ટેસ્ટ રમી હતી જેમાં 17 રન બનાવ્યા હતા જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 13 રન હતો. તો પાકિસ્તાન તરફથી 1952માં 5 ટેસ્ટ રમી હતી જેમાં 65 રન બનાવ્યા હતા. જેમાં આમિર ઇલાહીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 47 રન હતો.સાથે જ 7 વિકેટ પણ ઝડપી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર