હિંદુ ધર્મમાં દેવી દુર્ગા સિંહની સવારી કરે છે. સિંહ હિંસક પ્રાણી છે પરંતુ, દેવી દુર્ગાની શક્તિ અને મમતાથી વશીભૂત થઈને શાંત વ્યવહાર કરે છે. થાઈલેન્ડમાં પણ એક આવું જ મંદિર છે. જ્યાં મોટી સંખ્યામાં વાઘ છે તેથી તેને ‘ટાઇગર ટેમ્પલ’ કહેવામાં આવે છે.
ટાઇગર ટેમ્પલ કાંચનાબુરી પ્રાંતમાં આવેલ છે. આ વિસ્તાર બર્મા સરહદની નજીક છે. અહી દુર-દુરથી પ્રવાસીઓ આવે છે. વાઘોની વચ્ચે ફરવું અને તેમને નજીકથી જોવાનો અનુભવ ખુબજ રસપ્રદ હોય છે. આ મુખ્યત્વે બૌદ્ધ મંદિર છે.
આ મંદિરની સ્થાપના 1994 માં કરવામાં આવી હતી, પછી બૌદ્ધ સાધુઓએ આને વન્યજીવન સંરક્ષણ સાથે જોડી દીધો. અહી એક વાઘનું બચ્ચું લાવવામાં આવ્યું હતી, જેની માં ને શિકારીઓ એ મારી નાખી હતી. કહેવાય છે કે એ બચ્ચું પણ થોડાક દિવસોમાં મરી ગયું પરંતુ, આ સાધુઓએ વન્યજીવન સંરક્ષણ ને ગંભીરતા થી લીધું.
ઘીરે ધીરે અહી વાઘોની સંખ્યા ખુબ વધવા લાગી અને લોકો આને ટાઇગર ટેમ્પલ કહેવા લાગ્યા. અહી 150 કરતાં વધારે વાઘ છે, જે બૌદ્ધ સાધુઓની સાથે ભળી ગયા છે. આ સાધુઓ તેમની સાથે સરળતા થી મળે છે. ઉપરાંત અહી આવતા પર્યટકોને પણ આનાથી ડર નથી લાગતો. તેઓ તેની સાથે તસ્વીર લે છે અને તેનો સ્પર્શ પણ કરે છે. માહિતી મુજબ અહી અત્યાર સુધી કોઇપણ વાઘે પર્યટકો પર હુમલો નથી કર્યો.