OMG!! અહી ભગવાન શિવના મંદિરમાં ચઢે છે ઝાડું!

Shankar_pind

જનરલી બધા જ મંદિરોમાં ભગવાનને દૂધ, સાકર. તેલ અર્પણ કરવામાં આવે છે અને ભગવાન બમ બમ બોલે ‘ભોળાનાથ’ ના મંદિરમાં દૂધ અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું કે ભગવાન શિવના મંદિરમાં ઝાડું ચઢાવવામાં આવે? સાંભળ્યું તો શું વિચાર્યું પણ નહિ હોય!

વેલ, આ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જીલ્લાના ‘બીહાજોઈ’ નામના ગામના પ્રાચીન શિવ મંદિરમાં ‘પાતાળેશ્વર’ મંદિર આવેલ છે, જ્યાં ભક્તો શિવની આરાધના ઝાડું ચઢાવીને કરે છે. આ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે. અને આ બધા લોકો શિવલિંગ પર ઝાડું ચઢાવવા આવે છે.

એટલેકે આ અનોખા પ્રાચીન મંદિરમાં દૂધ, ફૂલો, પાણી, ભાંગ અને ઘતુરાની સાથે ઝાડું પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

ખરેખર, અહી આવતા શ્રદ્ધાળુઓની માન્યતા અનુસાર આ શિવ મંદિરમાં ત્વચાનો રોગ દુર કરવા શ્રદ્ધાળુઓ ઝાડું ચઢાવે છે. આ જીલ્લામાં આ મંદિર ખુબજ પ્રખ્યાત છે. ઝાડું અર્પણ કરવા પાછળ માન્યતા જોડાયેલ છે.

આ ગામમાં ક્યારેક ભિખારીદાસ નામનો એક ધની વ્યપારી હતો, જે ત્વચાના રોગથી પીડિત હતો. તેથી તે રોગનો ઈલાજ કરાવવા વૈદ્ય પાસે ગયો. ત્યારે તેણે તરસ લાગી. તેથી નજીકના શિવાલયમાં જ્યાં નાનું મંદિર હતું ત્યાં ગયો. સંયોગવશ તે મંદિરના ઝાડું લગાવી રહેલ મહંત સાથે ટકરાયા.

કહેવાય છે કે ત્યારબાદ થી ઈલાજ કરાવ્યા વગર જ ચર્મરોગ મટી જાય છે. પછી વ્યાપારી ખુશ થયો અને તેમને અહી મોટું મંદિર બનાવડાવ્યું અને એવી વાત ફેલાવવા લાગી કે ત્વચાના રોગ થવાથી અહી ઝાડું ચઢાવવું જોઈએ. આજ કારણે શ્રદ્ધાળુઓ ઝાડું અહી લાવીને ચઢાવે છે.

Comments

comments


10,372 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48