કોણ કહે છે કે ભિખારીઓ આગળ નથી વધતા. તેઓ પણ ટેકનોલોજી વિકસાવી શકે છે. સમયની સાથે ભિખારીઓએ પણ પોતાનો મોર્ડન અવતાર બતાવ્યો છે. એવું કોણ માને છે કે ભારતમાં જ બધા નમૂનાઓ છે. વિદેશમાં પણ હોય છે.
અહી બતાવવામાં આવેલ ભિખારી કોઈ સામાન્ય નથી. આજના મોર્ડન ગેજેટ્સથી સજ્જ આ ભિખારીએ ભીખ માંગવાની નવી ટેકનીકલ શોધી કાઢી છે. તે ક્રેડિટકાર્ડ હાથમાં મશીન રાખીને ભીખ માંગે છે. આ આજે પૂરી દુનિયામાં ફેમસ થઇ ચુક્યો છે.
૪૨ વર્ષીય હૈગનસ્ટોન નામનો વ્યક્તિ જે ક્રેડિટકાર્ડથી ભીખ માંગે છે. લાગે છે કે તે પણ સલમાન ખાન જેવો તોફાની ઈરાદા વાળો હશે તેથી જ તો તેને પણ વિચાર્યું હશે કે હાથમાં કટોરો લઈને તો દુનિયાના બધા ભિખારીઓ ભીખ માંગતા હોય છે. પણ હું તો કઈક તોફાની જ કરીશ!
હૈગનસ્ટોન નું કહેવું છે કે તે જયારે લોકો પાસેથી ભીખ માંગે ત્યારે લોકો તેને કહેતા કે તેની પાસે છુટ્ટા નથી. તેથી નવી તરકીબ શોધીને વિઝા, માસ્ટર અને અમેરિકન કાર્ડ ચાલે તેવું ક્રેડિટકાર્ડ મશીન ખરીદી લીધું.
આ ભિખારીએ તો લિંકડઇન પર પણ પોતાની પ્રોફાઈલ બનાવી કાઢી છે. આના પરથી એક વિચાર આવે છે કે સોચો આજે ભીખ માંગવું પણ કેટલું સીરીયસ કામ બની ગયું છે. આ ભિખારીએ ભીખ માંગવાની પોતાની નવી રીતથી બધા ભિખારીઓને પાછળ છોડી દીધા.