શું તમારે સિઝેરિયન ડીલેવરી નથી કરવી ??, તો જાણો નોર્મલ ડીલેવરી માટેના સરળ ઉપાયો…

આજ ના સમય માં સિઝેરિયન ડિલવરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુના સમયમાં લગભગ પ્રસુતિઓ સામાન્ય રહેતી. પણ કોઇ મેડિકલ સુવિધાઓ ન હોવાને લીધે અમુક સ્ત્રીઓના જાન જોખમાય તેવી પરિસ્થતિ માંથી પસાર થાવું પડતો. એ તો દરેક સિક્કાના બે પાસા હોય છે એમ આ સ્થિતીમાં પણ છે.આજની સ્ત્રીઓ માટે લગભગ પળભરની પણ નવરાશ નથી હોતી.

બહાર કામ કરતી સ્ત્રીઓ માટે ઘરે આવીને પણ નવરાશ નથી હોતી. રસોઇ બનાવવાથી માંડીને છેક સવારે બાળકોને તૈયાર કરીને સ્કુલે મુકવા જવા સુધીની બધી જવાબદારી તેની માથે હોય છે. એક માતા તરીકે તે આ બધા કામો કોઈ પણ કંકાસ વગર કરે છે. પણ શરીરથી તે ખુબ થાકી જાય છે. સાંધાઓ દુ:ખે છે,કમરમાં દુખાવો થાય છે અને શરીરમાં નબળાઇ આવવા લાગે છે. તેમાં ઘણી સ્ત્રીઓ માનસિક તણાવનો પણ ભોગ બને છે.

આને લીધે પરીણામ છેવટે એ આવે છે કે સ્ત્રીઓની પ્રસુતિ નોર્મલ થતી નથી. ઓપરેશન કરાવીને જ બાળક ઉપર થી લેવું પડે એવી સ્થિતી આજની સ્ત્રીઓ માટે સામાન્ય છે.પેહલા ના સમયની સ્ત્રીઓ મજબુત હતી. તેમનો ખોરાક એકદમ પોષણયુક્ત હતો. આથી તેમની ડિલવરી સામાન્ય રેતી. જો કે, આ જ સમયમાં કુપોષણ અને શરમના માર્યા અમુક હતભાગીણીઓ જીવન સાથે પણ ખેલી લેઈ છે.

આજે અમે તમને એવી કેટલીક ટીપ્સ જણાવી રહ્યાં છે જેને અમલમાં મુકવાથી મહિલાઓ સિઝેરિયન ડિલીવરીમાંથી બચી શકે છે. ઓપરેશન વખતે ભલે દર્દમાંથી છૂટકારો મળતો હોય પણ સામાન્ય ડિલીવરીના ફાયદો અનેક ગણા છે. સ્ત્રીઓ નીચે જણાવેલી અમુક સરળ વાતોનું પાલન કરે તો ઘણા અંશે સંભાવના છે કે એમની ડિલીવરી નોર્મલ થઇ જાય.

વાંચો ટીપ્સ :

(૧)પ્રેગનન્સી ની જાણકારી:

મહિલા ગર્ભવતી થવા ની સાથે પ્રેગનન્સી શિક્ષણ મેળવવાનું ચાલુ કરી દેવું જોઇએ. બહેતર છે કે, ડોક્ટરની સલાહ લેવી. ગર્ભાવસ્થા દરમિયાન લેવાતી કાળજી વિશે આજે સરકાર તરફથી પણ પુરતા પ્રમાણમાં માહિતી આપવામાં આવે છે. તે મેળવી અને વાંચી જવી. વળી, આજે તો ઇન્ટરનેટ પર પણ આ બધી માહિતી હાથવગી જ છે.

(૨)પોષણવાળો ખોરાક

મોટાભાગની સિઝેરીયન ડિલીવરી અને ગર્ભાવસ્થા સમયે નબળાઇનું કારણ ખોરાક માં પોષણનો અભાવ છે. એ ખાસ યાદ રાખો કે તમે જે ખાઓ છો તેનાથી તમારા બાળકનું પણ પોષણ થાય છે, માટે જંક ફૂડ અને એવી બહારની વાનગીઓ બંધ કરો. લીલાં શાકભાજી આરોગ્ય માટે એદકમ સારું ખોરાક છે. ભૂખ્યાં ન રહો તેમજ વધારે પ્રમાણમાં પણ ખોરાક ન લો. આમ કરવાથી વજન વધે છે અને પ્રસુતિ સમયે વધેલું વજન બાધારૂપ બને છે.

(૩) માનસિક તનાવ થી દૂર રહો

ગર્ભાવસ્થા દરમિયાન ચિંતા કે માનસિક તાણથી દૂર રહો. ચિંતા છોડી જ દો, આનું પરીણામ લાંબે સમયે ભયાનક આવી શકે છે. બની શકે તો ટેન્શન પરથી ધ્યાન હટાવવા પુસ્તકો વાંચો કે ફિલ્મ જુઓ. ચિંતા કરવાથી પ્રસુતિ સમયે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

(૪) પૂરતા પ્રમાણમાં પાણી પીવો

ગર્ભાવસ્થા દરમિયાન પુરતું પ્રમાણમાં વધુ ને વધુ પાણી પીવો આનાથી ઘણો ફાયદો થશે. શક્ય હોય તો બીજા એનર્જી ડ્રીંક પણ ડોક્ટરની સલાહ મુજબ લઇ શકો છો. જેની અસર ઘણી ફાયદાકારક નીવડે છે.

(૫) નિયમિત કસરત

કસરત,યોગ જેવી ક્રિયાઓ શરીર માટે ઘણું ફાયદાકારક છે. ગર્ભાવસ્થામાં મહિલાઓ હળવી કસરત કરી શકે છે. આમ કરવાથી હાડકાં મજબૂત બને છે, સાંધામાં દુ:ખાવાની ફરીયાદ રહેતી નથી અને શરીર મજબુત બને છે. પણ જરૂરી છે કે, કસરત માટે તમે ડોક્ટરની સલાહ લઇ લો કેમકે આનું પરીણામ વિપરીત પણ આવી શકે.

(૬) પ્રાણાયામ

શ્વાસ અંદર લેવો અને ધીરે-ધીરે બહાર છોડવો જેવી કસરત કરવી ગર્ભાવસ્થા સમયે ઘણી ફાયદાકારક ક્રિયા છે.પ્રાણાયામ જેવી શ્વસન ક્રિયાથી સ્ત્રીને અને ગર્ભમાં રહેલા બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. શ્વાસની આ પ્રકારની કસરત લેબર પેન વખતે દર્દ સહન કરવાની તાકાત આપે છે.

(૭) માલિશ કરવી

ગર્ભવસ્થાના છેલ્લા ૩ માસ બહુ મહત્વના હોય છે. મહત્વની શારીરિક ક્રિયાઓના આ સમય દરમિયાન જ આકાર લે છે. આથી બહેતર છે કે, આ સમય દરમિયાન સેહતનો અને સ્વાસ્થય માટે પૂરી રીતે ખ્યાલ રખાય. આ સમય દરમિયાન તમે માલિશ કરાવી શકો છો. માલિશ કરવાથી સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. શરીર ફિટ રહે છે. વળી, સ્નાયુઓ પણ કાર્યરત રહે છે. ઉપરની બાબતો ના અમલ થી પ્રસુતિ સમયે થતી સમસ્યાઓ દૂર કરી શકાય પણ નિષ્ણાતોની સલાહ લેવી પણ યોગ્ય છે.

Comments

comments


6,475 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 3