હેલો ફ્રેંડ્સ !!
વરસાદ હોય એટલે પકોડા તો ખાવા જ પડે નઈ તો વરસાદ ની મજા કઈ રીતે આવે. ટ્રેડિશનલ બટેકા ના મસાલા વાળા પકોડા તો ખાધા જ હશે. આજે હું તમને જણાવીશ થોડા અલગ ટાઈપ ના પકોડા. ભેલ નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય બરાબર ને ! તો ચાલો જોઈએ ભેલ અને પકોડા બંને નું કોમ્બિનેશન કરેલી રેસીપી “નોન – ફ્રાઈડ ભેલ પકોડા”
સૌ પ્રથમ સામગ્રી જોઈ લઈએ
- બ્રેડ સ્લાઈસ
- મમરા – ૧ બાઉલ
- ટામેટું – ૧
- ડુંગળી – ૧
- મીઠું – ૧/૨ ચમચી
- ખાંડ – ૧/૨ ચમચી
- લીંબુ – ૧
- લાલ મરચું – ૧/૨ ચમચી
- સેવ
- ચણા નો લોટ
- ગરમ મસાલો – ૧/૨ ચમચી
- અહીં સામગ્રી તમારે જેટલા પકોડા બનાવવા હોય તેટલી લઇ શકો છો.
રીત :
ટામેટું અને ડુંગળી ને જીણું સમારી લો. એક બાઉલ માં મમરા , ટામેટું , ડુંગળી , ખાંડ , મીઠું, લાલ મરચું , લીંબુ બધું જ મિક્સ કરી ને ભેલ બનાવી લો.
હવે બ્રેડ ની સ્લાઈઝ લઇ એક સાઈડ ભેલ ને લગાવી દો અને બીજી સ્લાઈઝ એના ઉપર ઉંધી મૂકી દો.
એક બાઉલ માં ચણાનો લોટ પાણી , મીઠું, લીંબુ અને ગરમ મસાલો નાખી મિક્સ કરીલો. જેમ તમે પકોડા બનાવા રાખો બેટર ને તેટલું જાડું રાખવાનું છે.
એક નોન સ્ટિક તવા ને ગરમ કરવા મુકો, ગરમ થાય એટલે તેલ ગ્રીસ કરી લો , હવે જે સ્ટફ ભરેલી બ્રેડ છે તેને બેસન ના બેટર માં ડીપ કરી લો અને તવા પાર મુકો , ધીમા ગેસ પર બંને સાઈડ બરાબર શેકી લો.
પકોડા ને વચ્ચે થી કટ કરી લો , કિનારી પર કેચપ લગાવી તેના પર સેવ લગાવી કેચપ અથવા તો અમલી ની ચટણી સાથે ખાઓ.
છેને એકદમ ચટપટી અને જલ્દી બની જાય તેવી રેસીપી તો આજે જ બનાવો અને વરસાદ માં ચટપટા પકોડા ખાવાની મજા લો. કેવી લાગી રેસીપી તે કોમેન્ટ માં જરૂર થી જણાવો , ફરી મળીએ એક નવી જ રેસીપી સાથે.
નોંધ: અહીં સામગ્રી તમારે જેટલા પકોડા બનાવવા હોય તેટલી લઇ શકો છો.મેં લસણ વાળા મમરા લીધા છે , તમે સાદા મમરા પણ લઇ શકો અને જો પસંદ હોય તો લસણ અલગ થી નાખી દેવું.
રસોઈની રાણી : નિરાલી