ન્હાવાના પાણીમા માત્ર ૧ ચમચી મીઠું નાખી ન્હાવાથી થતા શરીરમાં લાભો, જે જાણશો તો દરરોજ વપરશો

મિત્રો , જો આહાર મા નમક ના હોય તો તે બેસ્વાદ બની જાય છે. પરંતુ , શુ તમને ખ્યાલ છે કે ૧ ચમચી નમક તમારી સ્કીન ને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા મા લાભદાયી સાબિત થઈ શકે. જો તમે તમારા સ્નાન કરવા ના પાણી મા ૧ ચમચી નમક ઉમેરી ને આ પાણી થી સ્નાન કરવા મા આવે તો તમે અનેક સમસ્યાઓ મા થી મુક્તિ મેળવી શકો.

કેવી રીતે તૈયાર કરવુ આ નમક વાળા પાણી થી વોટર બાથ :
એક બાલ્ટી હુંફાળા જળ મા ૨ ચમચી સીંધાલૂણ નમક , ૧ ચમચી કોકોનેટ ઓઈલ ઉમેરી ને મિક્સ કરી આ પાણી સ્નાન માટે વાપરો. આ પાણી ને પરોઢે તથા સંધ્યા સમયે સ્નાન કરવા ના સમયે યુઝ કરવુ. જેથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

તાવ મા રાહત :
સામાન્ય એવા તાવ-શરદી મા પણ આપણે અનેક પ્રકાર ની મેડિસીન્સ નુ સેવન કરીએ છીએ. પરંતુ , જો તમે ઈચ્છો તો આ નમકવાળા પાણી થી સ્નાન કરી ને આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો છો. આ પાણી થી સ્નાન કરવા ના લીધે તમે અનેક પ્રકાર ના શારીરિક ઈન્ફેક્શન મા થી રક્ષણ મેળવી શકો અને તાવ-શરદી મા પણ રાહાત મળી શકે.

માંસપેશી નો દર્દ દુર થાય :
જો તમને માંસપેસી નો દર્દ થતો હોય તો આ નમકવાળા પાણી થી સ્નાન કરવુ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ નમકવાળા પાણી થી સ્નાન કરવા ના લીધે તમારા શરીર મા થી કેલ્શિયમ ની ઉણપ દૂર થશે અને તમારા હાડકા મજબૂત બનશે.

ખંજવાળ ની સમસ્યા દૂર થાય :
ઉનાળા મા પરસેવા ના કારણે અવાર-નવાર આ ખંજવાળ ની સમસ્યા ઉદ્દભવતી હોય છે. આ સમયે માર્કેટ મા મળતી ક્રીમ અને લોશન નો યુઝ કરવા ની જગ્યાએ નમકવાળા પાણી થી સ્નાન કરવા મા આવે તો આ ખંજવાળ ની સમસ્યા દૂર થઈ શકે.

તણાવ અને થાક દૂર થાય :
આ નમકવાળા પાણી થી સ્નાન કરવા ને લીધે તમારુ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. જો તમે વારંવાર તણાવ અને થાક ની સમસ્યા અનુભવતા હોવ તો આ નમકવાળા પાણી થી સ્નાન કરવુ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે.

સ્કિન ને આકર્ષક બનાવે :
આ નમકવાળા પાણી મા પુષ્કળ પ્રમાણ મા મિનરલ્સ તથા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે આપણી સ્કીન નો ગ્લો વધારવા મા મદદરૂપ સાબિત થાય છે. આ પાણી મા રહેલા મેગ્નેશિયમ , કેલ્શિયમ , બ્રોમેઈડ , સોડીયમ જેવા તત્વો સ્કિન ના છિદ્રો મા પ્રવેશે છે અને ત્વચા મા રહેલી તમામ ગંદકી દૂર કરી ને તેને આકર્ષક બનાવે છે.

ત્વચા ડીટોક્સિફાઈડ કરે :
આ નમકવાળા પાણી થી સ્નાન કરવા ને લીધે તેની ત્વચા મા સમાવિષ્ટ તમામ ઝેરીલા દ્રવ્યો દૂર થાય છે. કારણ કે , આ પાણી થી સ્નાન કરવા થી તમારી સ્કીન મા રહેલા છીદ્રો ખુલે છે અને પાણી મા રહેલા મિનરલ્સ આ સ્કિન ની ઊંડાઈ મા જઈ ને તેની સાફ-સફાઈ કરે છે જેથી તમારી સ્કિન ડીટોક્સિફાઈડ થઈ જાય છે.

એસીડીટી ની સમસ્યા દૂર કરે :
એસીડીટી એ એક એવી જટીલ સમસ્યા છે કે જેના થી દરેક લોકો પીડાતા હોય છે અને આ સમસ્યા ને દૂર કરવા માટે લોકો જાત-જાત ની દવાઓ નુ સેવન કરતા હોય છે. પરંતુ , જો તેની જગ્યા એ આ નમકવાળા પાણી થી સ્નાન કરવા મા આવે તો તમારી આ સમસ્યા સરળતા થી દૂર થઈ જાય છે.

સ્કિન સોફ્ટ બનાવે :
સ્કિન ને મોઈશ્ચરાઈઝ કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે તેના વગર ત્વચા ની નમી ખોવાઇ જાય છે તથા ત્વચા શુષ્ક બની જાય છે. આથી , જો તમે તમારી ત્વચા ને સોફ્ટ બનાવવા ઈચ્છતા હોવ તો નમકવાળા પાણી થી સ્નાન કરવુ શ્રેષ્ઠ છે. આ પાણી મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામ નુ તત્વ તમારા શરીર મા પાણી ને રોકી રાખે છે જેથી તમારી ત્વચા મોઈશ્ચરાઈઝ થાય અને તમારા કોષો નો પણ વિકાસ થાય.

પગ ને રાહત અપાવે :
આપણે આખો દિવસ ભાગદોડ કરતા રહેતા હોઈએ છીએ જેથી સંપૂર્ણ શરીર નુ દબાણ પગ પર પડે છે જેના લીધે પગ ની માંસપેશીઓ મા દર્દ થવા માંડે છે અને તેના લીધે બુટ-ચંપલ પણ વ્યવસ્થિત રીતે પહેરી શકીએ નહી. આ નમકવાળા પાણી થી સ્નાન કરવા ને લીધે પગ ની આ માંસપેશીઓ મા રાહત મળે છે તથા શરીર જકડાતુ નથી. તે સિવાય તેના પગ મા થી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.

સાંધા ના દર્દ મા રાહત મળે :
નમકવાળા પાણી થી સ્નાન કરવા થી એક લાભ એ પણ થાય છે કે હાડકા મા ઉદ્દભવતા નાના-મોટા દર્દ દૂર થાય છે તથા ભવિષ્ય મા આર્થરાઈટીસ ની સમસ્યા ના ઉદ્દભવે.

Comments

comments


6,225 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56