વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ક્વાર્ટર ફાઇનલની તૈયારી કરી રહેલ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ સમય કાઢી ફિલ્મ NH10 જોઈ હતી. આ ફિલ્મમાં વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા લીડ રોલ કરી રહી છે.
ફિલ્મની પ્રશંસા કરતા વિરાટે ટ્વીટ કર્યું હતું કે, ‘‘અત્યારે એચએન 10 ફિલ્મ જોઈ અને મારા હોશ ઉડી ગયા. શું શાનદાર ફિલ્મ છે અને ખાસ કરીને મારી લવ અનુષ્કાએ શાનદાર કામ કર્યું છે. મને ગર્વ છે.’’