ચિત્કાર – એક સ્ત્રીની એવી કહાણી જે વાંચીને તમારી આંખો ભીની થયા વગર નહિ જ રહે..

ધીમંત રાય છે માંરુ નાંમ.!!! ધીમંત રાય!! હા ખબર છે!! તારુનામ ધીમંત રાય છે!! પણ તું હવે આ બધા વધારાના કામ કરવાના રહેવા દે મારે વધારે પૈસાની જરૂર નથી જેટલું છે આપણી પાસે એટલું પૂરતું છે!!! મારે વધારે કાંઈ નથી જોઈતું અને ધીમંત આપણે સુખી સંપન્ન છીએ આપણને દીકરો પણ એક જ છે અને બીજું કોઇ નથી કે જેની આપણે ચિંતા કરવાની હોય! અરે કેવી વાત કરે છે??? પાગલ જેવી પૈસા કમાવવાના કોને ના ગમે??! ગમે!!! બધાને ગમે!! પણ પૂરતું હોય ત્યારે પોતાના માટે થોડું જીવી લેવું જોઈએ એવું નથી લાગતું તમને? થોડોક ટાઈમ પોતાના ઘર બાળકોને પત્નીને અને થોડોક પોતાની માટે પણ કાઢવો જોઈએ !!!આ શબ્દો હતા સુધા ધીમંત રાઈના પત્ની ડોકટર સુધા નાઆજે ૫૦ વર્ષના સુધાબેન થયા દીકરો પણ ૨૧ વર્ષનો થયો ૨૫ વર્ષના લગ્નજીવનમાં એમણે ધીમંત રાય સાથે ક્યારે સુખેથી બેસીને વાત નથી કરી કારણ ધીમંત રાઈને ખૂબ અમીર થવું છે . ખૂબ પૈસા કમાવા છે.એટલે પોતે સિવિલ એન્જીનીયર થયા અને સરકારી નોકરી મળી પણ સાથે-સાથે સાઈડમાં પોતાનું નાનું નાનું construction પર્સનલ કામ લેતા ગયા અને આજે મોટા બિલ્ડર ગ્રુપ માં એમનું નામ થતું ગયું લોકો ધીમંત રાય બિલ્ડર તરીકે ઓળખતા થયા ક્યાં સામાન્ય સિવિલ એન્જિનિયર અને ક્યાં આજે મોટા બિલ્ડર ગ્રુપ માં રાજ વૈભવ ઘર ગાડી બંગલો નોકર-ચાકર બધું વધવા માંડ્યું દીકરાને નવી ગાડી છોડાવી આપી સુધા માટે નવી ગાડી ડ્રાઈવર સાથે આપી અને પોતાના માટે અલગ ગાડી રાખી ઘરમાં ત્રણ ગાડી પાર્ક કરે અને મોટા વૈભવી બંગલામાં રહે પણ ધીમંત રાય આ બંગલામાં રાતે સૂવા જ આવતા !!! સવારે આઠ વાગ્યે એટલે ચા-નાસ્તો કરી નીકળી જાય બપોરે જમવાનું ઠેકાણું નહિ??

અને સાંજે પણ મોડુ થાય અને સુધાબેન સવાર અને સાંજ એકલાં જ ખાવાની ફરજ પડતી અને સુધાબેનને સાથે જમવાનો વારો ક્યારેય આવતો નહીં કારણ દીકરો પણ મોટો થઇ ગયો મમ્મી સાથે જમવા ના બેસે mom તમે જમી લો હું પછી જમીશ અથવા સાંજે હું ફ્રેન્ડ સાથે જમવાનો છું!!!!!

અને સુધાબેન નોકરો સાથે વાતચીત કરતાં અને પોતાની એકલતાને દુર કરતા અંતર્મુખી સ્વભાવને કારણે વધારે તો કોઈ સાથે વાતો ના કરે પણ એક દિવસ એમણે ધીમંત રાઈ ને એને કીધું મારે મારું ક્લિનિક ખોલવુ છે ? ?? મને ક્લિનિક માટે કોઈ જગ્યા લઈ આપો??? અને ધિમંત રાય ગુસ્સે થયા??? શું ?? તને કોઈ ખોટ નથી પછી તારે શું કામ કામ કરવા જવું છે???

ધીમંત મારે કામ કરવા નથી જવું!!!! મારે મારી એકલતાને દુર કરવા જવું છ!!! નથી તારી પાસે ટાઈમ મારા માટે કે નથી તારા દીકરા પાસે ટાઈમ મારી માટે હું એકલી જાવ તો ક્યાં જવું???

અરે?? મોલમાં કીટી પાર્ટીમાં જા પૈસા જલશાથી વાપર અને જીવ તારી પોતાની ગાડી છે ડ્રાઈવર છે તારે જ્યાં જવું હોય ત્યાં જાવ તું દવાખાનુ ખોલવાની વાત ન કર તું સમજ સુધા તુ દવાખાનું ખોલે એટલે સોસાયટીમાં મારી આબરૂ ના ધજાગરા થાય ધીમંત રાય આટલા બધા પૈસાવાળો પણ બૈરી તો દવાખાનું ચલાવે??? પણ સુધાબેન એકના બે ન થયા અને એમણે ક્લિનિક ચાલુ કરી દીધી પહેલાં પહેલાં તો લોકો ઓછા આવવા લાગ્યાં પણ જે આવે તેમની સાથે સુધાબેન વાતો કરતા મફતમાં દવા કરતા એમને પૈસાની જરૂર નથી એમને માણસોની જરૂર હતી એવા માણસોની કે જે એમને એકલતાને દૂર કરે તેમની સાથે થોડી ઘણી વાતો કરે!!!

ધીરે-ધીરે સુધાબેન શિડ્યુલમાં ગોઠવાઈ ગયા સવારે ૮ થી ૧૧ અને સાંજે 4 થી 6માં ક્લિનિકે જવાનું અને જે પેશન્ટ આવે તે જોવાના બધુ રાબેતા મુજબ ચાલતું હતું પણ ધીમંત રાય નો ગુસ્સો હજી એવો ને એવો જ હતો એમને સુધાબેન દવાખાને જાય એ ખટકવા લાગ્યું અને એમણે દીકરાનું બહાનું કાઢીને સુધાબેનને ક્લિનિકે જવાનું બંધ કરાવી દીધું તું ક્લિનિકે જતી રહે તો મહંતને કોણ સાચવે એનુ જમવાનું ધ્યાન કોણ રાખે?? સુધા કહે તમે એની ચિંતા ના કરો હું બાર વાગ્યા આવી જવું છું અને સાંજે પણ એના આવતા પહેલા આવી જઉ છું પણ મારે નોકરોના ભરોસે મારા દીકરાને નથી રાખવાનો કીધું ને તને? કેતુ ફક્ત મહંતનું ધ્યાન રાખીશ અને સુધાબેન ધીમે-ધીમે માનસિક ડિપ્રેશનમાં જતા રહ્યા અને સતત વિચારોમાં રહેવા લાગ્યા શું મારી કોઈ જિંદગી નથી!! મારું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી!!! અને સુધાબેન પાછા ક્લિનિક બંધ કરી ઘરમાં રહેવા લાગ્યા એ જ રૂટીન જિંદગી ધીમંત રાયનું ઘરે મોડું આવવું અને મહંતની રાતની પાર્ટીઓમાં જવું પાર્ટીમાં જવાનું ના કહે તો એ એટલું જ કહેતો કે મોમ તને ખબર ના પડે?? સુધાબેનની ક્લિનિક બંધ થવાથી ધીમંત રાય ખુશ થયા બસ આ જ જિંદગી સારી છે આરામ કરો અને શાંતિથી ઘરમાં રહે અને ત્યાં જ સુધાબેન બોલ્યા તું પણ મારી સાથે ઘરમાં રહીશ?? થોડોક સમય તું પણ મને આપીશ?? મને પૈસા કે વૈભવની જરૂર નથી મને ધીમંત અને મહંતનીની જરૂર છે જે મને સમજે મારી લાગણીની કદર કરે!!! અને ત્યાં જ ધીમંત રાય બોલ્યા હજી મારા બાવળામાં જેટલું બળ છે છે એટલું કમાવી લેવા દે આ બધું તારી અને મહંત માટે તો કરું છું કે હું ના હોવ તો પણ એટલી સંપત્તિ મુકતો જાઉં કે તારે અને તારા દીકરાને કોઈની આગળ હાથ લાંબો ન કરવો પડે અને ધીમંત રાયનું નામ કાયમ રહે ધીમંત મારે કાંઈ નથી જોઈતું!!

સાથ જોઈએ મારે તારી સાથે હિંચકે હિચકે બેસીને સાથે કોફી પીવી છે અને અલકમલકની વાતો કરવી છે. ધીમંત તનેયાદ છે??? તું સામાન્ય એન્જિનિયર હતો ત્યારે મને એવું કહેતો સુધા મને મોટો માણસ બની જવા દે પછી તારી માટે ટાઈમ જ ટાઈમ ધીમંત ત્યારે મને તારી જરૂર હતી આપણા દિકરાને સાથે મોટો કરવામાં સાથે બહાર લઇ જવામાં સાથે ફરવામાં પણ ત્યારે પણ તું સાથેના રહ્યો પણ મને એ સમયમાં એટલું એકલું ના લાગ્યું કારણકે ત્યારે મારો બધો સમય મારા નાના મહંતને મોટો કરવામાં એને સ્કુલે મુકવા માં લેવા જવામાં એની અધર એક્ટિવિટીમાં નીકળી ગયો અને મારો દીકરો ક્યારેય મોટો થઇ ગયો મને ખબર જ ના પડી ધીમંત એવું ન હતું કે મને ત્યારે તારી જરૂર નહોતી પણ મારો બધો સમય અને મારું ધ્યાન મારા દીકરાને એક સારો સંસ્કારી અને હોશિયાર દીકરો બનાવવામાં હતો એટલે મને તું વધારે મહત્વ ના આપે તો પણ મને કંઈ જ ફરક પડતો નહોતો પણ આજે પરિસ્થિતિ અલગ છે દીકરો મોટો થઈ ગયો છે ને એન્જિનિયર બની ગયો છે તારી સાથે એ પણ કામ કરતો થઈ ગયો છે અને હું એકલી પડી ગઈ છું મને તારો સાથ જોઈએ છ!!ે હવે તો તારુ બધુ કામ દીકરો સંભાળે છે તો તું થોડોક જ વખત ત્યાં જ અને ધીરે ધીરે બધું ઠેકાણે પડે એટલે રિટાયર થઈ જાય તે બહુ કામ કર્યું!!! હવે નથી કરવું!!!!ત્યાંજ ધીમંત રાય ગુસ્સે થાય છે હું અને રીટાયર્ડ? પાગલ જેવી વાતો ના કર!!! અને આ ઈમોશનલ બનવાના નાટકના કરો અને ત્યાંથી ગુસ્સામાંથી ધીમંત રાયજતા રહે છે પણ સુધાબેનના મગજમાંથી natak શબ્દ નથી જતો હું natak કરું છું natak ? મારી લાગણીઓને મારા પતિ સામે રજૂ કરવી એ શું નાટક છે??? શું મધ્ય અવસ્થાએ સ્ત્રી પોતાના પતિનું સાનિધ્ય ના જોઈએ? અને એની રજૂઆત કરવી એ natak કેવાય?? અને સુધાબેન નો આક્રોશ એક કાગળમાં ઉતરે છે અને ચિઠ્ઠીમાં લખે છે કે ધીમંત આ પૈસા ધનદોલત કશું જ સાથે નથી આવતું આવે છે તો ફક્ત તમે કોઈને માટે ફાળવેલો કિંમતી સમય એવો સમય કે જ્યારે એને તમારી જરૂર હોય છે અને સુધાબેન આવેશમાં આવી ઘરમાં કોઈ ના હોય ત્યારે પોતાના રૂમમાં જઈ પંખા પર લટકી જઈ પોતાનું જીવન ટૂંકાવી દે છે અને એની સાથે જ સુધાબેનની અંદર રહેલો ચિત્કાર ત્યાંજ સમાઈ જાય છે ધીમંત rai સવારે સુધાબેનના બોલેલા શબ્દો પર અફસોસ વ્યક્ત કરવા સાંજે ઘરે જલ્દી આવે છે અને એમને એમ થાય છે કે મેં સુધાને natak શબ્દ ખોટો કીધો અને પોતાની ભૂલ કબૂલ કરવા અને હવે તારા માટે થોડોક સમય જરૂર કાઢીશ એવું કહેવા ઘરે જલ્દી આવે છે પણ ઘરમાં કોઈ નથી ઘરમાં એક પણ નોકર નથી અને ઘર બંધ છે અને ધીમંત રાઈને ફાળ પડે છે શું થયું હશે ક્યાં ગઈ સુધા ??ઘર ખખડાવે છે સુધા ઓ સુધા???? એવી બૂમો પાડે છે પણ અંદરથી કોઈ અવાજ ના આવતા ગભરાઈને નોકરને ફોન કરે છે ન કહે છે આજે તું કામ પર કેમ નથી આવ્યો? અને નોકર કહે છે મને બહેન રજા આપી છે અને બેબાકળા બની જાય છે અને અંદર રૂમમાં પ્રવેશ કરવા માટે નોકરને બીજી ચાવી લઇ બોલાવે છે અને ઘર ખુલે છે અને જેવા અંદરના રૂમમાં રૂમમાં પ્રવેશ કરે છે ત્યાં જ પોતાના જ બેડરૂમમાં સુધાની લટકતી લાશ જોઇ આક્રંદ કરે છે.

. સુધા સુધા જો હું કાયમ માટે તારી પાસે આવી ગયો હવે હું તને જ time આપવાનો છું અને સુધાબેનને નીચે ઉતારે છેઅને ડૉક્ટર બોલાવે છે ત્યાં જ ડૉક્ટર આવે છે અને એમને મૃત જાહેર કરે છે ધીમંત rai પાછા તો વળ્યા પણ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું ધીમંત રાય સામે સુધાબેનને ખૂબ જ બળવો કરવો હતો પણ તેમનો ચિત્કાર એમની સાથે શાંત થઈ ગયો અને બીજા દિવસે ધીમંત રાય બિલ્ડરની પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા એવા સમાચાર પેપર માં આવી ગયા પણ આ ડિપ્રેશન કોનાલીધે હતું તે કોઈ જાણતું ન હતું ધીમંત રાય સિવાય છતાંય તેમની ભદ્ર સમાજની સોસાયટીમાં ધીમંત રાય અને મહંત લોકોની સહાનુભૂતિ ના કારણ બન્યા લોકોને તેમના માટે પુષ્કળ સહાનુભૂતિ થઈ અને દરેક જણ આશ્વાસન આપવા લાગ્યા !! ધીમંત રાયને થોડીઘણી લાગણી સુધા માટે માટે હશે ને તો ચોક્કસ એ અપરાધભાવ પેદા થશે કે મેં જે સુધાને કીધું એ ખોટું કીધું જે કીધું !!! અને એનું પરિણામ પણ ખોટું આવ્યું . ધીમંત raiએ થોડાક જ વખતમાં મહંતને પરણાવી દીધો અને નવા બંગલે રહેવા જતા રહ્યા હજી તો સુધાબેનને ગયે વર્ષ પૂર્ણ થયું નથી અને ત્યાં તો બીજો બંગલો લઈ ધીમંત રાય દીકરા અને વહુ સાથે નવા બંગલામાં રહેવા જતા રહ્યા આજે ધીમંત રાય દીકરો અને વહુ નવા બંગલામાં રહે છે જૂના બંગલામાં બધું એમનું એમ જ મૂકી દીધું છે ત્યાંથી કોઈપણ વસ્તુ લાવ્યા નથીઅને જૂના બંગલામાં રહી ગઈ છે ફક્ત સુધાબેનની યાદો અને ધીમંત રાય પ્રત્યેનો એમનો ચિત્કાર..

લેખિકા : નયના નરેશ પટેલ

નવા નવા વિષયો પર નવી નવી વાર્તાઓ વાંચવા માટે અમારું પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ…

 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,323 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 6