વધતી ઉંમરની સાથે આપણા શરીરની અંદર રહેલા હોર્મોન્સમાં ધીમે ધીમે ફેરફાર થતાં જાય છે અને આ હોર્મોન્સના ફેરફાર ના કારણે આપણા શરીર ઉપર અનેક જગ્યાએ અનિચ્છનીય વાળ ઊગી નીકળે છે અને લોકો આ વાળને કોઈપણ રીતે દુર કરવા માગતા હોય છે.
ઘણા લોકોના નાકમાં ખૂબ વધુ માત્રામાં વાળ ઊગી નીકળે છે અને તે રેગ્યુલર રીતે પોતાના નાક ની અંદર રહેલા આ વાળને કોઈ પણ રીતે દૂર કરતાં હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ નાકની અંદર રહેલા આ વાળને દૂર કરવાના કારણે તમને કયા પ્રકારના નુકસાન થઈ શકે છે.
ઘણા લોકો પોતાના નાક માં જ્યારે નાના નાના અથવા તો ખૂબ મોટા વાળ થઈ ગયા હોય ત્યારે તેને પકડ દ્વારા અથવા તો કાંટા દ્વારા કાપી ને દૂર કરી દે છે. પરંતુ મેડિકલ સાયન્સ અનુસાર તમારા નાક ની અંદર રહેલાં વાળને દૂર કરવા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થતાં હોય છે. જે આગળ જતા તમને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાવા માટે કારણભૂત બને છે.
નાકની અંદર રહેલા આ વાળ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં એક ફિલ્ટરનું કામ કરે છે. જ્યારે આપણે નાક દ્વારા શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે હવા ની અંદર રહેલા ધૂળના રજકણો આ વાળ દ્વારા નાકમાં જ અટકી જાય છે, અને તે આપણા ફેફસાં સુધી પહોંચતા નથી. આથી જ આપણાં ફેફસાં ની અંદર હવા ની અંદર રહેલો આ કચરો જમા થતો નથી, અને આપણાં ફેફસાં કાયમી માટે સક્ષમ બની રહે છે.
પરંતુ જો નાકની અંદર રહેલા વાળ દૂર કરી દેવામાં આવે તો હવાની અંદર રહેલા આ રજકણો અને તેની સાથે અનેક પ્રકારના ઝેરી પદાર્થો તમારા નાક દ્વારા શરીરની અંદર જઇ શકે છે, અને જે આગળ જતા તમારા શરીરમાં અનેક પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે. તે તમારા ફેફસાંની કાર્યક્ષમતા પણ ઘટાડી શકે છે આ ઉપરાંત શ્વસનતંત્રને લગતા અનેક પ્રકારના રોગો પણ થઈ શકે છે.