નાગપંચમી માટે સાપો પર કરાય છે અત્યાચાર, એક મહિના સુધી રખાય છે ભૂખ્યો-તરસ્યો…

દર વર્ષે શ્રાવણ મહિની કૃષ્ણ પંચમી અને શ્રાવણ માસની શુક્લ પંચમીના રોજ નાગપંચમી તહેવાર મનાવવામાં આવે છે. બિહાર, ઓડિસા, રાજસ્થાનમાં કૃષ્ણ પક્ષના રોજ આ તહેવાર ઉજવાય છે, જ્યારે કે દેશના મોટાભાગના શહેરોમાં કૃષ્ણ પંચમીના દિવસે નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે.

આ વર્ષે ક્યારે છે નાગપંચમી

આ વર્ષે નાગપંચમીનો તહેવાર 31 ઓગસ્ટ, 2018ના રોજ ઉજવવામાં આવશે. દરેક નાગપંચમી પર નાગને દૂધ પીવડાવવાની પરંપરા છે અને કહેવામાં આવે છે કે, આ પરંપરા સદીઓ જૂની છે. આ શુભ અવસર પર નાગની પૂજા કરવામાં આવે છે.

નાગપંચમી પર પૂજાનું મહત્વ

ભવિષ્ય પુરાણના પંચમી કલ્પમાં નાગપુજા અને નાગને દૂધ પીવડાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, શ્રાવણના મહિનામા નાગ દેવતાની પૂજ કરવા અને નાગ પંચમીના દિવસે તેમને દૂધ પીવડાવવાથી નાગ દંશનો ભય દૂર થાય છે. નાગ પંચમીના દિવસે જે વ્યક્તિ નાગ દેવતાની પૂજા કરે છે, તેનું ઘર અન્ન અને ધનના ભંડારથી ભરીને રહે છે. પરંતુ તેનાથી વિપરીત સાયન્સના અનુસાર, નાગને દૂધ પીવડાવવું બહુ જ નુકશાનકારક છે. તો ચાલો આજે સાયન્સના જણાવ્યા મુજબ, નાગને દૂધ પીવડાવવું ફાયદાકારક છે કે નુકશાનકારક છે તે જાણી લો.

વિજ્ઞાનનો દાવો

સાયન્સ કહે છે કે, સાપ સ્તનધારી નહિ, પણ રેપ્ટાઈલ જીવ છે અને આ જીવ દૂધ પચાવી શક્તા નથી. આવામાં અનેકવાર તેમનું મૃત્યુ થવાની પણ મોટી શક્યતાઓ રહે છે. દૂધ પીવડાવવાથી સાપના આંતરડામાં ઈન્ફેક્શન થાય છે. પ્રાણીઓના ડોક્ટરોનું કહેવું છે કે, સાપનું પાચન તંત્ર એવું નથી હોતુ કે, તે દૂધને પચાવી શકે. સાપ એક કોલ્ડ બ્લડેડ અને માંસાહારી રેપ્ટાઈલ છે. જ્યારે કે, દૂધ તો સ્તનધારી જીવોને આપવામાં આવે છે. નાગને દૂધ પીવડાવીને લોકો તેને નુકશાન પહોંચાડે છે. શ્રાવણ મહિનામાં નાગપંચમીના દિવસે રુદ્રાભિષેક કરવાનું બહુ જ મહત્ત્વ છે. ભગવાન શિવના આર્શીવાદ સ્વરૂપ નાગ પૃથ્વીને સંતુલિત કરીને માનવ જીવનની રક્ષા કરે છે, આ માન્યતા સાથે આ પર્વ ઉજવવામાં આવે છે. પણ, તેનાથી સાપનો જીવ જોખમાય છે.

શું થાય છે સાપ સાથે

નાગપંચમીના એક કે દોઢ મહિના પહેલા જંગલમા સાપોને પકડવામાં આવે છે અને તેના બાદ તેમને બહુ જ નિર્મમતા સાથે ભૂખ્યા-તરસ્યા રાખવામાં આવે છે. અનેકવાર તો તેમના દંશ પણ કાઢી નાખવામાં આવે છે, જેથી તે કોઈને પણ દંખ ન મારી શકે.

એક મિહના સુધી સાપોને આ રીતે ભૂખ્યા રાખ્યા બાદ સાપનું શરીર સૂકાઈ જાય છે, અને સાથે જ તેમની માંસપેશીઓ પણ નબળી પડી જાય છે. મહિનાઓ સુધી ભૂખ્યા રહેવાને કારણે જ જ્યારે નાગપંચમીના દિવસે સાપને બહાર કઢાય છે, તો તે બધુ દૂધ પી જાય છે. પરંતુ હકીકતમાં તે તેમના શરીર માટે ઝેર સમાન હોય છે. તેથી યોગ્ય એ રહેશે કે, તમે કોઈ મંદિરમાં જઈને શિવલિંગ પર થોડું દૂધ અર્પિત કરો અને શ્રદ્ધાથી બાકીનું દૂધ કોઈ ગરીબ બાળકો કે વ્યક્તિને આપી દો. જેથી તમારી પૂજા પણ સંપન્નથી જશે અને કોઈ ભૂખ્યાને દૂધ મળશે. ઈશ્વર પણ કહે છે કે, બીજાની મદદ કરવાથી અને ગરીબોને ખાવાનું ખવડાવવામાં જ મોટું સુખ છે.

દરેક જગ્યાએ આવું નથી થતું ઘણાં લોકો આવું કરતા હોય છે.

Comments

comments


3,801 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5