મુસાફરી દરમિયાન બેચેની અને ટેન્શનમાંથી મુક્તિ મેળવવા કરો આટલું કામ…

આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ૩ દોષ હોય છે ‘વાત, પિત્ત અને કફ’

આપણી આજુબાજુના વાતાવરણથી ‘વાત’ ઉપર અસર પડી શકે છે. આજ કારણે આપણે મુસાફરી કરીએ એ દરમિયાન સાંધાના દુખાવા, ઊંઘ ન આવવી, કબજિયાત, બેચેની જેવી અસર અનુભવીએ છીએ.

આથી આજે અમે એવી કેટલીક આયુર્વેદિક ટીપ્સ લાવ્યા છીએ જે તમને મુસાફરી દરમિયાન તણાવ મુક્ત રહેવા મદદરૂપ થશે.

૧. મસાજ૧

તલના તેલથી કરેલો થોડો મસાજ તમને તણાવમુક્ત બનાવી દેશે. મસાજ પછી શરીર ઉપર રહેલા તેલને કપડાની મદદથી નીકાળી દો. અને એ પછી નાહી લ્યો.

૨. હુફાળા મીઠાંવાળા પાણીમાં પગ રાખો

એકવાર તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોચી જાવો એ પછી હુફાળા પાણીમાં મીઠું નાખી તેમાં થોડા સમય સુધી પગ મૂકી રાખો. તમારા મગજ અને શરીર બંનેનો થાક ઉતરી જશે.

૩. ઠંડા પાણીથી મોઢું સાફ કરો

દર એક કલાકે ઠંડા પાણીની છાલક મોઢા ઉપર મારવાથી એકદમ ફ્રેશ ફિલ થાય છે જે તણાવથી દૂર રહેવામાં મદદ કરે છે.

૪. ગુલાબજળથી મોં સાફ કરો

ગુલાબજળને રૂના કપડાં ઉપર લઈ તેને આંખો ઉપર મૂકવું. થોડા સમય સુધી આવી રીતે આંખો બંધ રાખીને બેસવાથી શરીરને ખૂબ જ ઠંડક તેમજ આરામ મળે છે.

૫. મુસાફરી કરતી વખતે દવા લેવાનું ટાળો૨

મુસાફરી દરમિયાન માનસિક હાજરી ખૂબ જ જરૂરી છે આથી મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં આવી દવાઓથી દૂર રહો.

૬. ત્રિફળા લો

મુસાફરી દરમિયાન કબજિયાત એક મોટી સમસ્યા બની જાય છે. ખાસ કરીને આપણે ઠંડા પ્રદેશમાં મુસાફરી કરીએ ત્યારે. આથી રાત્રે સૂતાં પહેલાં ત્રિફળા લેવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે તેમજ તમારી પાચનશક્તિ વધે છે. ત્રિફળા કોઈપણ મેડીકલ સ્ટોરમાંથી મળી રહે છે.

૭. મુસાફરી દરમિયાન યોગ્ય આહાર જ લો.૩

મુસાફરી દરમિયાન તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે યોગ્ય સમયે ખાવાનું રાખો. એકદમ હલકો, ગરમઅને વિટામીનથી ભરપૂર ખોરાક જેમ કે સૂપ અથવા તાજું શાક ફાયદાકારક રહે છે.

લેખન સંકલન : યશ મોદી

જે મિત્રોને વધુ મુસાફરી કરવાનું રહેતું તેમની સાથે આ માહિતી અચૂક શેર કરજો.

Comments

comments


3,642 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 5 =