ખાણીપીણીની ખોટી આદતો અને આધુનિક જીવનશૈલીના કારણે મહિલાઓ અનેક બીમારીઓથી ઘેરાઈ જાય છે. એક સર્વે અનુસાર કેટલીક એવી બીમારી છે જે પુરુષોના પ્રમાણમાં મહિલાઓને ઝડપથી થઈ જાય છે. આ બીમારીઓ કઈ કઈ છે તેની જાણકારી આજે તમને અહીં મળશે. સામાન્ય રીતે મહિલાઓને સૌથી વધારે આ બીમારીઓ મેનોપોઝના સમય પછી વધારે સતાવે છે. તેથી મેનોપોઝનો સમય આવે એટલે મહિલાઓએ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ અને ખાણીપીણીની આદતો પર પણ ખાસ ધ્યાન આપવું.
પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી અને વધારે થાય છે. મેનોપોઝ પછીના સમયમાં મહિલાઓને હાર્ટ એટેક આવે તેનું જોખમ પણ વધારે રહે છે.
ડાયાબિટીસ આજના સમયમાં સામાન્ય બીમારી થઈ ગઈ છે. ડાયાબિટીસથી પુરુષો કરતાં મહિલાઓ વધારે સંક્રમિત થાય છે. ખાણી-પીણીની ખોટી આદતો અને કસરતનો અભાવના કારણે મહિલાઓને ડાયાબિટીસની સમસ્યા વધારે થાય છે. શરીરમાં જ્યારે ઈન્સુલિન બનવાનું બંધ થઈ જાય છે ત્યારે પેક્રિયાઝ ગ્રંથી કામ કરતી નથી અને તેના કારણે ડાયાબિટીસ થાય છે.
સાંધાની સમસ્યા
શારીરિક નબળાઈ, કસરત ન કરવી અને ખાણીપીણીની આદતોના કારણે મહિલાઓને મેનોપોઝના સમયમાં સાંધાની બીમારીઓ થવા લાગે છે. તેમાં પણ મહિલાઓને રુમેટાઈડ, આર્થરાઈટિસ અને ઓસ્ટિયોપોરોસિસનો રોગ પણ પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે થઈ જાય છે.
બ્રેસ્ટ કેન્સરનું જોખમ મહિલાઓ પર સૌથી વધારે છે. જો કે વર્તમાન સમયમાં સતત બદલતી લાઈફ સ્ટાઈલના કારણે મહિલાઓને ઝડપથી કેન્સર થવાની સંભાવના રહે છે. મહિલાઓને આજકાલ તો નાની ઉંમરમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ જાય છે. તેથી ૪૦ વર્ષની ઉંમર પછી સમયાંતરે સ્વાસ્થનું ચેકઅપ કરાવતું રહેવું.
સર્વાઈકલ કેન્સર
સર્વાઈકલ કેન્સર એવી બીમારી છે જે મહિલાઓને કોઈપણ ઉંમરે થઈ જાય છે. ૩૫ વર્ષથી વધારેની વય ધરાવતી મહિલાઓને આ બીમારી થવાનું જોખમ સૌથી વધારે હોય છે. તેમાં પણ જે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર નથી હોતી તેમના માટે આ બીમારી મોટું જોખમ બનીને આવે છે.
આ પણ એક ગંભીર બીમારી છે. આ કેન્સર મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની બહારની તરફના ભાગમાં થાય છે. આ બીમારીની શરૂઆતમાં યુરીનમાં બળતરા, ખંજવાળ અને પછી બ્લીડીંગ પણ થાય છે. આવા સંકેત જોવા મળે તો મહિલાઓએ સંકોચ રાખ્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.