મોનાલીસા પેન્ટિંગમાં છુપાયેલ છે એક રહસ્યમય વાત… જાણો…

લિઓનાર્ડો દ વિન્ચીના હાથેથી બનેલા આ માસ્ટર પીસથી કોણ અજાણ્યું છે ! એક એવી પેન્ટિંગ જેણે ઈતિહાસ રચી દીધો… આજે અમે ‘મોનાલીસા’ વિશેની કેટલીક રહસ્યમય વાતો લાવ્યા છીએ જે તમને જરૂરથી ચોંકાવી દેશે.

૧. ૫૦૦ વર્ષથી પણ જૂની પેન્ટિંગ મોનાલીસા, વુડ પેનલ ઉપર ઓઈલ પેન્ટની મદદથી એક એવી ટેક્નોલોજી વાપરીને બનાવવામાં આવી હતી કે જેથી પેન્ટ બ્રશના ડાઘા દેખાઈ ન શકે. આ ઉપરાંત તેના ઉપર કરેલા પેન્ટની જાડાઈ ૪૦માઈક્રો મીટરથી પણ ઓછી છે. એટલે કે આપણા વાળની જાડાઈ કરતા પણ અડધી…

૨. ‘મોનાલીસા’નો અંગ્રેજી ભાષામાં મતલબ ‘માય લેડી’ થાય છે.

૩. ‘મોનાલીસા’ની આંખો ઉપર આઈ બ્રો નથી તેવું પેન્ટિંગ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે પરંતુ ૨૦૦૭માં ફ્રેન્ચ ડિઝાઈનર પાસ્કલ કોટે પેન્ટિંગ ઉપર રીસર્ચ કરીને તારણ નીકળ્યું કે મોનાલીસા આઈ બ્રો સાથે પેઈન્ટ કરવામાં આવી હતી પરંતુ સમયની સાથે સાથે તેમજ પેન્ટિંગની વધુ પડતી ચોખ્ખી રાખવામાં તે દેખાતી બંધ થઈ ગઈ.

૪

Image source: quoracdn

 

૪. મોનાલીસા પેન્ટિંગ સૌથી વધારે પ્રખ્યાત ત્યારે થઈ જયારે તે પેરીસના louvre મ્યુસિયમમાંથી ૧૯૧૧માં ચોરાઈ ગઈ હતી.

૩

Image source: media.npr.org

૫. જોઆ પેન્ટિંગને કાચ આગળ મૂકી તેની મિરર ઈમેજ જોવામાં આવે તો તે એક ખુબ જ ગુપ્ત સંદેશો આપે છે જેમાં બહારની કોઈ દુનિયાના કેટલાક સંકેતો પ્રતીત થાય છે.

હાલમાં, પેરીસના louvre મ્યુસિયમમાં આ પેન્ટિંગને પોતાનો એક રૂમ આપવામાં આવ્યો છે.

 

૪

Image source: blogspot

૬. મોનાલીસા દુનિયાની સૌથી મોંઘી પેન્ટિંગ છે જેની કિંમત છે ૫૪૪૭ કરોડ ૯૭ લાખ રૂપિયા… પણ આ પેન્ટિંગ ક્યારેય વેંચાવવા માટે નથી મુકાવાની.

૭. ૧૯૫૬માં એક વ્યક્તિએ આ પેન્ટિંગ ઉપર પથ્થર ફેંક્યો હતો જેને કારણે પેન્ટિંગમાં ડાબી બાજુની કોણી ઉપર એક ડાઘ આવી ગયો છે.

લેખન સંકલન : યશ મોદી

જો આપ આ માહિતી પહેલીવાર જાણી રહ્યા છો તો તમારા મિત્રો સાથે પણ અચૂક શેર કરજો.

Comments

comments


4,179 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =