———————સુપર ફુડ——————
હેલો ફ્રેન્ડઝ આજ હું તમારા માટે એક સુપર ફુડ ની રેસીપી લાવી છું તમે કહેશો કે સુપર ફૂડ એટલે શું? ફ્રેન્ડઝ સુપર ફુડ એટલે એક એવો ખોરાક જેમાથી તમને દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે છે.જેમા એક સાથે ઘણા બધા પ્રકારના ધાન્ય નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેવાકે બાજરી, જુવાર, નાચણી, સોયાબીન,આ દરેક ધાન્ય મા વિટામિન બી, એ, સી, ઝિંક, આયૅન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે તેમજ આ મા ઓટસ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે 0% કોલેસ્ટ્રોલ હોય છે, તદ ઉપરાંત તેમાં મોરીંગા ના પાન નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને સુપર ફુડ ની શ્રેણીમા સવૅ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
* આ સુપર ફુડ ના ફાયદાઓ —
આ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે, ને તેને આપણા ખોરાક મા સમાવેશ કરવા થી ટાઇપ 2 ડાયાબિટીસ મા ખૂબ ફાયદાકારક સાબિત થઈ ચૂક્યું છે, સાથે હૉટ એટેક ના ખતરા થી બચી શકાય છે, મોરીંગા મા પણ ઉપર જણાવ્યા મૂજબ ના ગુણો સમાએલા છે તેને પણ આપણા ખોરાક મા સમાવેશ કરવો જ જોઇએ તો ચાલો આજ આ સુપર ફુડ ફાયદાઓ તો જાણી લીધા હવે તેમાથી બનતી વાનગી પણ શીખી લઇએ..
@ સામગ્રી —
- 250 ગ્રામ બાજરી નો લોટ ,
- *1 કપ જુવાર નો લોટ,
- * 1/2 કપ નાચણી નો લોટ ,
- * 1/3 કપ સોયાબીન નો લોટ ,
- * 1/2 કપ ઓટસ ,
- * 11/2 કપ મોરીંગા ના પાન ,
- *1/2 કપ કોથમીર સમારેલી,
- *2-3 નંગ લીલા મરચાં તીખા ,
- * 8-10 મીઠા લીમડાના પાન ,
- ,1 ટેબલસ્પૂન વાટેલુ લસણ,
- * 1 ટેબલસ્પૂન સફેદ તલ ,
- *1/2 ટેબલસ્પૂન હળદર,
- *1/3 કપ દહીં ,
- * ટેબલસ્પૂન તેલ અથવા ઘી ,
- * સ્વાદ અનુસાર મીઠું
@ રીત —
1– પ્રથમ મોરીંગા ના પાન અને કોથમીર ને બારીક સમારી લેવા અને તેને બરાબર ધોઇ ને તેમાંથી પાણી નિતારી લો.
ત્યાર બાદ એક વાસણ મા બધા લોટ અને બધા મસાલા અને તેલ નાખો.
2– તેમા દહીં ઉમેરો, તમે મોળુ કે ખાટુ કોઈપણ નુ દહીં નાખી શકો છો, દહીં નાખવા થી ઢેબરા નો સ્વાદ ખુબ સરસ લાગે છે અને તે ક્રિસ્પી બને છે.
3– ત્યાર બાદ તેમાં જરૂર પુરતુ પાણી ઉમેરીને થેપલા કરતા ઢીલો લોટ બાંધી લો. જેથી તેને હાથ થી થેપી ને બનાવી શકાય. 4– ત્યાર બાદ એક મિડિયમ સાઈઝ નો લુઓ લઇ તેને રોટલી વણવા ની પાટલી પર થોડો કોરો લોટ ભભરાવી ને હાથે થી થેપી ને ભાખરી જેટલી જાડુ ઢેબરુ બનાવી લો.
5– ત્યાર બાદ તેને તવી પર બંને બાજુ ઘી અથવા તેલ લગાવીને ને સોનેરી થઈ જાય ત્યાં સુધી શેકી લો.
ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી જેથી તે એકદમ સરસ ચઢી જાય અને ક્રિસ્પી થાય, આ ઢેબરા થોડા ક્રિસ્પી હોય તો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે બધા જ ઢેબરા બનાવી લો, આ ઢેબરા સાથે કોઇ શાક બનાવવા ની જરૂરત નથી પડતી તે દહી સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે તે ગરમ એટલા સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે
@ટીપ —
*મે આમા બાજરી, જુવાર, સોયાબીન, નાચણી અને ઓટસ નો ઉપયોગ મારા ટેસ્ટ પ્રમાણે કર્યો છે તમે તમારા પસંદગી મુજબ કોઈપણ લોટ ની માત્રા ઓછી વધતી કરી શકો છો.
*મે હાથ થી થેપી ને બનાવ્યા છે, તમે તેને ભાખરી ની જેમ વણી ને પણ બનાવી શકો છો.
*તમે જૈન હોય તો લસણ નો ઉપયોગ ના કરવો.
* મે કોથમીર નાખી છે તમે મેથી પાલક નો ઉપયોગ પણ કરી શકો છો.
* તમને જો કોલેસ્ટ્રોલ હોય અથવા હાટૅ ની બિમારી હોય તો આ ઢેબરા તેલ વગર શેકી ને તેના ઉપર શુદ્ધ ગાય નુ ઘી લગાવી ને અથવા તો કોરી જ ખાઇ શકો છો
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ સુપર ફુડ અને તમારી જાત અને તમારા પરિવારના સભ્યોને સ્વસ્થ રાખો. અને હું કરુ બીજી હેલ્ધી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય…
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)