મિત્રો આ રીતે લો અમુલ પાર્લર ની ફ્રેન્ચાઈઝી અને મહીને કમાવ ૧ થી ૨ લાખ રૂપિયા, જાણો સંપૂર્ણ પ્રોસેસ…

ચાલો જાણીએ અમુલ ફ્રેન્ચાઈઝીસ ના વ્યાપાર વિષે. હા મિત્રો મહિનાના એક થી બે લાખ રૂપિયા કમાઈ શકો છો અમુલ ફ્રેન્ચાઈઝીસના વ્યાપાર ચાલુ કરીને.

આજે આપણે આ વ્યાપાર વિષે જાણીએ. અમુલના ફ્રેન્ચાઈઝીસ ના વ્યાપારમા તમે બે રીતે જોડાઈ શકો છો પહેલુ ડિસ્ટ્રિબ્યુટરશીપ લઈ ને જેની આવક ૫ લાખ મહીને હોય છે અને બીજી રીત છે તે અમુલ ફ્રેન્ચાઈઝીસમા જોડાઈને ૧ થી ૨ લાખ રૂપિયા મહિને કમાઈ શકો છો. આજે આપણે અમુલ ફ્રેન્ચાઈઝીસ વિષે જાણીએ. અમુલ ફ્રેન્ચાઈઝી કેવી રીતે લઈ શકાઈ તેના વિશે આપણે જાણીએ.

કઈ રીતે લઈ શકાઈ અમુલ ફ્રેન્ચાઈઝી

શું તમે અમુલ ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો જો હા તો તમારી પાસે 300 સ્કવેર ફૂટની જગ્યા જોઇયે. દુકાન કરવા માટે અને જે જગ્યા પર ધંધો કરવો હોય ત્યાનું લોકેશન સારું હોવું જોઇયે. જેથી વેચાણ થાય. તમારી દુકાન માં ફૂલ એયર કન્ડિશનર હોવું જોઈએ. કારણ કે તમારી જે વસ્તુઓ છે. તે દૂધમાંથી બનાવેલી હોય છે. માટે જો એયર કંડીશનર ના હોય તો તે બગડી જાય છે. અને તમારી પાસે POS મશીન હોવું જોઈએ, સાથે એક કોમ્પ્યુટર, એક રીટેઈલ સોફ્ટવેર પણ લઈ શકો છો. દુકાન ચલાવવા માટે માણસો ની પણ જરૂર પડે છે.

કેટલું રોકાણ કરવું પડે છે?

પહેલા તમારે 50 હજાર રૂપિયા કંપનીના નામ પર ડિપોઝીટ કરવા પડશે.. આ જે રકમ છે તે પછી તમને પરત કરવામાં આવે છે. રિફંડડેબ્લ છે એટલે કે કંપની પાસે તમારો એક પણ રૂપિયો જવાનો નથી. બીજુ દુકાનમાં ફર્નિચર, એ.સી, કુલર, કોમ્પ્યુટર નો ખર્ચો આવશે, તેના માટે લગભગ 2 થી 3 લાખ રૂપિયા જોઇયે. આમાં તમારે જેટલું વસાવું હોય એટલું તમે વસાવી શકો છો. અમે આવું એટલા માટે કહીએ છીએ કારણ કે 50 હજાર જ્યારે તમે કંપની છોડો ત્યારે તમને પાછા મળે છે. તમે જે વસ્તુ વસાવી હોય તે વેચીને રકમ મેળવી શકો છો. આના સિવાય તમે અમુલની વસ્તુ પણ વેચી શકો છો.

નફો કેટલો થશે?

મહિને તમે 6 લાખનું વેચાણ કરી શકો છો જો દુકાન નું લોકેશન સારું હશે તો. કારણ કે પ્રાઈમ લોકેશન હોવાના કારણે આ સરળતાથી થઈ જશે. થોડું વધઘટ પણ થઈ શકે આનું જે કમિશન મળે છે તે ૧.૬ લાખ મળે છે. એટલે કે તમે ૬ લાખનું વેચાણ કરો છો તો તમને ૧.૬ લાખ કમિશન મળશે. દુકાનનું ભાડું 30,000 હજાર અને ૫ હજાર લાઈટ બિલ રાખો અને જો તમે કોઈ કામવાળો રાખો તો તેનો પગાર ૮ હજાર અને બીજા ખર્ચ ૭ હજાર એટલે કે લાઈટ બિલ કે ભાડામાં વધારો વગેરે. એવામાં તમારી જે આવક થવાની છે તે ૧ લાખ ૧0 હજાર હોય છે.

જો આટલું વેચાણ ના થાય તો પણ તમે ૬0 હજાર થી ૧ લાખ કમાઈ શકો છો, એ જેવું તમારું વેચાણ તેવી તમારી કમાણી. અને જો તમે ૬ લાખનું વેચાણ મહિને કરશો તો તમારી આવક ઓછામાં ઓછી ૧ લાખ થશે. આજે અમે તમને આ બધી જાણકારી આપી છે. તેના દ્વારા બીઝનેશ કેવી રીતે કરવો અને પૈસા કેમ કમાવા તે તમે જાણી શકો છો.

Comments

comments


3,646 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 9