હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું, આપણે રોજીંદી રસોઈમા મીઠો લીમડો વાપરીએ છીએ, પરંતુ જમતી વખતે આપણે દાળ શાકમાથી બહાર કાઢી નાંખીએ છીએ તો આ લીમડાના પોષક તત્વો આપણને નથી મળતા. લીમડામા ઘણા ઔષધીય ગુણો છે તે ઘણા બધા રોગો માટે ફાયદાકારક સાબિત થયો છે જેમકે ડાયાબિટીસ, ખરતા વાળ અટકાવવા આંખ નુ તેજ વધારવા, ચામડી ના રોગ માટે સફેદ થતા વાળ માટે
આવા ધણા બધા રોગ સામે મદદ રૂપ અને આશિર્વાદ સમાન છે તો ચાલો આજ આ મીઠા લીમડાના પાન ની ચટણી બનાવતા શીખવાડીશ જેનો ઉપયોગ રોજ ના દાળ ,શાક મા અને ખાખરા, ભાખરી, થેપલા વગેરે સાથે કરી શકાય છે દાળ શાક મા એક ચમચી જેટલો નાખવા થી તેનો સ્વાદ ખુબ સરસ બની જાય છે એ લીમડા પોષક તત્વો આપણને બરાબર મળી રહે છે. તો ચાલો નોંધી લો સામગ્રી…
સામગ્રી :
- 2-3કપ તાજા લીમડાના પાન,
- 1/2કપ સિંગદાણા,
- 1/2કપ દાળિયા ની દાળ,
- 2-ટેબલ સ્પુન સફેદ તલ,
- નાની વાટકી સુકુ કોપરુ (1/2કપ),
- 4-5લીલા તીખા મરચાં કાપેલા ,
- 1-ચમચી તેલ ,
- એક ટેબલસ્પૂન ખાંડ,
- સ્વાદ અનુસાર મીઠું ,
- હવે રીત પણ નોંધી લો .
રીત :
1– સૌ પ્રથમ લીમડાના પાન કાઢી ને તેને કોરા કપડા થી લુછી લેવો, ત્યારબાદ એક કડાઈમા એક ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં લીમડાના પાન ને એકદમ કરકરા થાય ત્યાં સુધી શેકી લો, પાન બહુ કાળા ન થાય તે ધ્યાન રાખવું તે પાન કાઢીને તેજ કડાઈમા તલ સિંગદાણા ને દાળિયા ની દાળ ને બદામી રંગની શેકી લેવી, તેને પણ કાઢી લો અને તેમા જ કોપરાની ચીરીઓ 2-3 મિનિટ માટે શેકી લેવી. હવે તેને પણ કાઢીને તેજ કડાઈ મા એક ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં મરચાના ટુકડાને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.2– હવે આ બધી સામગ્રી એકદમ ઠંડી થઈ જાય એટલે તેને એક મિકસરના જારમા લઇ તેમા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખીને ને ધીમે ધીમે પીસતા જાવ, ધીમે ધીમે એટલા માટે કે જો એક સાથે વધારે સમય મિકસર ચલાવવામાં આવે તો કદાચ સિંગદાણા અને કોપરાનુ તેલ છુટુ પડી શકે છે .
આપણે આ ચટણીને પાવડર જેવી જ પીસવાની છે.
ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —–
લીમડો તાજો જ લેવો શેકતી વખતે તેલ ખુબ જ ઓછુ લેવુ કેમકે કોપરૂ અને સિંગદાણા બંનેમા તેલનુ પ્રમાણ હોય છે જ કદાચ જો તેલ નીકળે અને ચટણી જો પાઉડરની બદલે થોડી ઢીલી થઇ જાય તો ડરવું નહીં એ ચટણીનો ઉપયોગ પણ ઉપર જણાવ્યા મૂજબ જ કરી શકાય છે.
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને ગુણકારી લીમડાની ચટણી ને હુ કરુ બીજી રેસીપી ની તૈયારી.. તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી હો….
રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)