મારવાડી સ્ટાઇલનું મેથી-પાપડનું શાક

મેથી પાપડનું શાક એક મારવાડી ટ્રે઼ડિશનલ ડિશ છે. ચોમાસામાં મોટાભાગનાં ઘરોમાં લીલાં શાક ઓછાં ખવાતા હોય છે. લગભગ કઠોળ જ બનાવાય છે. પણ કઠોળ ક્યાં સુધી ભાવે ? તો હવે ટ્રાય કરો સૂકી મેથીનાં બીજ અને પાપડનું સ્વાદિષ્ટ શાક.

એકલી મેથી કે પાપડનું શાક ન ભાવે એટ્લે મે ડુંગળી અને ટામેટાંનો ઉપયોગ કરીને રજવાડી સ્ટાઇલથી બનાવવાની ટ્રાય કરી છે. આ શાક પુલાવ સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ઉપરાંત રોટલી, ભાખરી ને થેપલા સાથે પણ ટેસ્ટી લાગે છે. ઉપરાંત આ શાક ખૂબ સહેલાઇથી અને ઝડપથી બની જાય છે. તો ચાલો આ શાક બનાવવામાં શું સામગ્રી જોઈએ એ પણ જાણીશું.

સામગ્રી

  • 2 ચમચી – સૂકી મેથી,
  • 2 ચમચી – તેલ,
  • 2 -સમારેલી ડુંગળી,
  • 1 – સમારેલુ ટામેટું મરચું અને કોથમીર,
  • 1 ચમચી – મરચુ પાઉડર,
  • 1/4 ચમચી – હળદળ પાઉડર,
  • 1 ચમચી – ધાણાજીરૂ,
  • અડધો કપ – પાણી
  • 2-3 – પાપડ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

પાપડ મેથીનું શાક બનાવવા સૌ પ્રથમ સૂકી મેથીને ચાર પાંચ કલાક પલાળી રાખવાની છે. ત્યારબાદ આ પલાળેલીમેથીમાંથી બધુ જ પાણી કાઢી એક્દમ કોરી કરી નાખવી જેથી મેથીમાં રહેલી કડવાશ એક્દમ દૂર થઈ જશે.
કૂકરમાં બાફીને કુકર ઠંડુ પડે એટ્લે મેથીને એક બાઉલમાં કાઢી લેવી.હવે આપણે શાક બનાવવાની પ્રોસેસને આગળ વધારીશું.

એક પેન અથવા કડાઈ લઈને એમાં તેલ ગરમ કરવા મૂકો. જેવુ તેલ ગરમ થાય કે તરત જ એમાં રાઈ અને જીરાનો વઘાર કરવો. રાઈ તતડે એટ્લે એમાં હિંગ નાખીને મરચાં નાખવા ત્યારબાદ ડુંગળી નાખવી ને હળવી આંચે સાંતળવી. અને એમાં ટામેટાં પણ એ જ સમયે એડ કરી દેવા.ટામેટાં સંતળાઈ જાય એટ્લે એમાં હળદર, મીઠું, મરચું ને ધાણાજીરું એડ કરવા. બધો જ મસાલો ચડી જાય ને સુગંધ આવે એટ્લે એમાં બાફેલી મેથી ને એક ગ્લાસ પાણી નાખવું.પાણી ગરમ થઈ ઊકળે એટ્લે એમાં કટકા કરેલા અડદના પાપડ ઉમેરી. ગેસ બંધ કરી ડિશ ઢાંકી દેવાની છે.તો તૈયાર છે મારવાડી સ્ટાઇલનું મેથી પાપડનું શાક, કોથમીર વડે ડેકોરેટ કરી રોટલી કે ભાખરી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો !!

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી ( અમદાવાદ)

Comments

comments


3,817 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 7