માત્ર અડધી વાટકી લીલા ચણાના નિયમિત સેવનથી તમારા શરીરનુ સ્વાસ્થ્ય રહેશે સ્વસ્થ

મિત્રો, હાલ નું આધુનિક જીવન એટલું વ્યસ્તતા ભરેલુ બની ગયું છે કે, મનુષ્ય ને પોતાની સાર-સંભાળ રાખવા માટે સમય જ નથી રહેતો અને પરિણામે અનેક સમસ્યાઓ નો શિકાર બને છે. હાલ, આપણે એક એવા કુદરતી પ્રાપ્ત થતા શાકભાજી વિશે ચર્ચા કરીશું જે તમારી આ તમામ સમસ્યાઓ ને દુર કરી દેશે.

લીલા ચણાએ ફાઇબર તત્વ થી ભરપુર હોય છે. જે આપણા શરીર ના સ્વાસ્થય ને તંદુરસ્ત રાખવામાં સહાયરૂપ બને છે. જેના થી તમારૂ પાચનતંત્ર સ્વસ્થ રહે છે તથા તમારૂ વજન પણ નિયંત્રણ મા રહે છે. આ ઉપરાંત તે આપણા શરીર મા બ્લ્ડ સુગર ના લેવલ ને નિયંત્રિત રાખવામાં પણ ઉપયોગી બને છે.

આ લીલા ચણા મા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન ફાઇબર, આર્યન તથા વિટામિન્સ જેવા અનેક પોષક તત્વો સમાવિષ્ટ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. જો તમે નિયમિત અડધો કપ જેટલા લીલા ચણા નુ સેવન કરો તો તમારૂ બ્લડસુગર લેવલ નિયંત્રણ મા રહે છે તથા કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ પણ સંતુલિત રહે છે જેના લીધે હદય સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ માંથી મુકિત મેળવી શકાય છે.

જો તમે નિયમિત આ રીતે અડધા કપ લીલા ચણા નુ સેવન કરો તો તમારા શરીર ની આવશ્યક પ્રમાણ મા ફાઇબર નામ નુ પોષકતત્વ પ્રાપ્ત થઇ રહે છે. જેના થી માનવ શરીર નુ પાચન-તંત્ર વ્યવસ્થિત રહે છે. આ ઉપરાંત ચણા મા સમાવિષ્ટ લોહતત્વ ના કારણે તમારા શરીર મા ઉદ્દભવતી રકત ની કમી પણ દુર થાય છે.

આ ઉપરાંત લીલા ચણા મા વિટામીન એ, વિટામિન-ઈ વિટામિન-સી, વિટામીન-કે તથા વિટામિન-બી કોમ્પલેક્સ જેવા ગુણતત્વો સમાવિષ્ટ છે જે ત્વચા માટે ખુબજ લાભદાયી છે. આ ઉપરાંત ચણા નું સેવન આપણા નેત્રો માટે પણ ખુબ જ લાભદાયી છે. લીલા ચણા નો રોજિંદા આહાર માં સમાવેશ કરવાથી તમારૂ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બની રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,254 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3