માત્ર ૫ મીનીટની આ ઘરેલુ જાપાની ટેકનીકની મદદથી પેટની ચરબી ઉતારો ફક્ત 2 દિવસમા…

ભારત નહિ પણ સમગ્ર વિશ્વ જે રોગ થી પીડાય રહયો છે તે છે જાડાપણું કે મોટાપો. આજે તમે જોઈ શકો છો કે આપળી આજુ બાજુ આ રોગ થી પીડાતા ઘણા લોકો ને આપળે જોયા હશે અને તેને આને માટે જાતજાત ના પ્રયોગો પણ કરતા જોયા જ હશે. પણ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં જોઈએ તેવું પરિણામ નથી મળતું.

જાડાપણું ને બીમારી એટલે કીધું છે કેમકે જાડાપણ થી અનેક રોગો થવાની શક્યતાઓ વધવા લાગી છે અને તેને બીમારીઓ નુ ઘર માનવામાં આવે છે. તો આજે અમે તમને આ જાડાપણા ને દુર કરવા તેમજ તમારા શરીર ને ફરી સામાન્ય તેમજ સુદ્રઢ બનાવવા માટે એક સરળ તેમજ અસરકારક પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ.

આ નુસ્ખો એટલો અસરકારક છે કે માત્ર આપડા શરીર ને સામાન્ય નથી કરતુ પરંતુ આનાથી આપળી રોગ પ્રતિકારક શક્તિ મા પણ વધારો થાય છે અને ફક્ત ને ફક્ત બે થી ત્રણ દિવસ આ પ્રયોગ કરવા થી તમારી કમર પાંચ થી છ ઇંચ ઓછી થાય છે. આ પ્રયોગ માટે જોઈએ છે એક મોટો ટુવાલ અને મોટો ના હોય તો બે નાના ટુવાલ પણ ચાલે.

તો ચાલો જાણીએ કઈ રીતે ઉપયોગ કરવાનો થાય છે આ ટુવાલ નો શરીર ની ચરબી ઓછી કરવા માટે.

પેહલાં તો તમારે તમારા ટુવાલ ને ગોળ-ગોળ વાળી લેવો અને ત્યારબાદ તેને વચ્ચે થી પાછો વાળવો, આ એક ગોળ કડક ઔશીકા જેવું થઇ જાશે. હવે તમારે જમીન પર સાવ સીધું સુઈ જવાનું છે અને આ ટુવાલ ને તમારી ડુંટી ના નીચે કમર ના ભાગ રાખવાનો છે અને તકેદારી એ રાખવાની છે કે ટુવાલ એકદમ ડુંટી ને નીચે આવતો હોય.

ત્યારબાદ તમારા સીધા કરેલ પગ વચ્ચે ૮ થી ૧૦ ઇંચ નુ અંતર બનાવો અને આ અંતર યથાવત રેહવું જોઈએ. હવે તમારા બન્ને હાથ ને પણ આજ રીતે સીધા કરી અને એની વચ્ચે પણ આજ અંતર રાખવાનું થાય છે. હવે તમે તમારા પગ ના બન્ને અંગુઠા ને એક બીજા સાથે સ્પર્શ કરાવો અને જોવાનું એ છે કે એડીઓ વચ્ચે નુ અંતર પેહલા જેટલું જ રાખવાનું છે એટલે કે ૮ થી ૧૦ ઈંચનું માત્ર ને માત્ર અંગુઠા હલાવવા ના છે.

આગળ કર્યા મુજબ હવે એજ રીતે તમારા હાથ ના અંગુઠા ની બાજુની બન્ને આંગળીઓ ને બીજા હાથ ની આંગળીઓ સાથે સ્પર્શ કરાવો તેમાં પણ અંતર તો ૮ થી ૧૦ ઇંચ જેટલું રાખવાનું જ છે. આવું કરવાથી તમને તમારા હાથ અને પગ બન્ને માં ખેંચ નો અનુભવ થાશે. આ રીતે આખા શરીર ને ખેચાવ મળશે. આ સ્થિતિ મા ઓછા મા ઓછું ૩ થી ૪ મિનીટ સુધી રેહવાનું છે. શરૂવાત હોવાથી આ પ્રયોગ દરમિયાન સાવ શાંતિ થી આ કાર્ય કરવું કેમકે વધારે વજન ને લીધે અસુવિધા થઇ શકે છે.

માત્ર ને માત્ર ધ્યાન બીજું એ રાખવાનું છે કે જો તમને કમર ની તકલીફ હોય, કમર ની નીચ્ચે કઈ પણ રાખવાની મનાઈ હોય અથવા તો સીધું સુવાની મનાઈ હોય તો ડોક્ટર ના જણાવ્યા અનુસાર વર્તવું.

તમે આ પ્રયોગ શરૂવાત મા ૧ મિનીટ સુધી કરવાનો થાય છે અને ત્યારબાદ ધીરે-ધીરે તે સમયગાળો વધારીને ૩ થી ૪ મિનીટ સુધી પણ કરી શકો છો. આ રીતે તમારું શરીર સરસ થશે અને પાચનતંત્ર પણ મજબુત થશે. આનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સુડોળ થતું જાય છે.

આ પ્રયોગ ની શોધ જાપાન ના એક ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તેણે આના ઉપર એક પુસ્તક પણ પ્રકાશિત કરાવેલ છે. જો પૂરી ઈમાનદારી થી આ પ્રયોગ કરવામાં આવે તો નિશ્ચય થોડા અઠવાડીયો માં તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકો છો.

Comments

comments


3,555 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 1