માથામાં થતાં ખોડા ને દૂર કરવા લીંબુના રસમાં ઉમેરો આ બે વસ્તુ, મળશે ૧૦૦ પરિણામ

મિત્રો એવા ઘણા બધા વ્યક્તિઓ જોવા મળશે કે જેઓ માથા માં થતા ખોડા ને લઈને પરેશાન હોય છે. ઘણી વખત માથામાં ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. કરવાનું એક માત્ર કારણ માથામાં રહેલો ખોડો છે. ઘણી વખત આ સમસ્યા એટલી બધી આગળ વધી જતી હોય છે કે એનો ઈલાજ ન કરવાના કારણે છેલ્લે તે ફંગલ ઇન્ફેક્શનનું રૂપ ધારણ કરી શકે છે. ઘણી વખત તમે જોયું હશે કે ખોડો એટલો બધો વધી જતો હોય છે કે તે વ્યક્તિના ખભા પર પણ જોવા મળે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમારા માટે એક જબરજસ્ત નુસખો લઈને આવ્યા છીએ.

ખોડો થવાના કારણ
મિત્રો ખોડો થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે. કોઈ એક કારણ દ્વારા ખોડો શક્ય નથી. પ્રદુષણના કારણે, ધૂળ માટી ના કારણે, અને સ્કેલપની ડ્રાયનેસ ના કારણે થોડો થતો હોય છે. સમયસર માથાની યોગ્ય સફાઈ ન કરવાને કારણે પણ ખોડો થઈ શકે છે. ઘણી વખત માર્કેટમાં મળતી કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી પણ થોડો થાય છે.

લીંબુ દ્વારા ખોડાની સમસ્યા નો ઉકેલ
મિત્રો લીંબુ ની મદદથી ખૂબ સરળ રીતે ખોડાની સમસ્યા દૂર કરી શકાય છે. તેનું કારણ એ છે કે લીંબુના રસની અંદર સિટ્રિક એસિડ રહેલું હોય છે. જેના કારણે ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે આ ઉપરાંત લીંબુ પીએચ લેવલ ને પણ બેલેન્સ કરવામાં ખૂબ કારગર નીવડે છે. લીંબુ ના કારણે ત્વચામાં એન્ટી બાયોટિક અને એન્ટિફંગલ પ્રોપર્ટી ને યથાવત રાખે છે. જેનાથી ખોડાની સમસ્યા થતી નથી.

ઝિન્કની ઉણપ ના કારણે થાય છે ખોટો
ખોડો થવાનું બીજું કારણ એ હોઈ શકે છે કે શરીરની અંદર કે પછી ત્વચાની અંદર ની અંદર જિંક ની ઉણપ ઉત્પન્ન થવા લાગે છે. પરંતુ લીંબુ નો ઉપયોગ કરવાથી આ ઉણપ જડમૂળથી દુર થાય છે. તેથી તમારી ત્વચામાં ખૂબ રાહત મળે છે.

આ રીતે કરવો જોઈએ ઉપયોગ
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે ચોખાના પાણીની અંદર લીંબુનો રસ તથા લીમડાના રસ ને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવાની રહેશે. આ પેસ્ટને તમારે તમારા માથામાં લગાવવાની થશે. એક શોધમાં જણાવ્યા અનુસાર લીંબુ દ્વારા લગભગ 80 ટકા ખોડો દૂર થઈ જાય છે. લીંબુના રસને માથામાં લગાવ્યા બાદ કંડીશનર દ્વારા માથું ધોવાથી ખોડો દૂર થાય છે. પૂરતી માત્રામાં ઊંઘ લેવી અને જમવામાં દૂધ, દહી જેવા પ્રોટીનયુક્ત ખોરાક નો સમાવેશ કરવો જોઈએ.

Comments

comments


4,140 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4