મટકી મિશળ – આ મહારાસ્ટ્રની ફેમસ વાનગી છે, આજે જ બનાવો …

કેમછો મિત્રો? આજે હું મહારાષ્ટ્ર ની એક ફેમસ એવી કોલ્હાપુરી મટકી મિશળ ની રેસીપી લાવી છું જે સ્પાઈસી ,ટેસ્ટી, છે. મટકી એટલે ફણગાવેલા મઠ અને મગ .આમીશળને મે એક થોડા ફેરફાર કરીને બનાવ્યું છે .. તો ચાલો બનાવીયે ઝણઝણીત મટકી મિશળ.સ્ટેપ બાય સ્ટેપ વીથ ફોટોસ.

સામગ્રી :

 • ૧ કપ મટકી ( ફણગાવી ને બાફેલા મઠ ,મગ )
 • ૨ ટે.સ્પૂન દહીં
 • ૨ ટે.સ્પૂન લાલમરચું
 • ૨ ટે. સ્પૂન ધાણાજીરું
 • ૧ ટે.સ્પૂન ક્રશ કરેલી મટકી
 • ૨ ટે.સ્પૂન આદું, લસણની પેસ્ટ
 • ૧/૪ ટી .સ્પૂન હળદર
 • ૧ ટે.સ્પૂન કાશ્મીરી લાલમરચું
 • ૧ ટી.સ્પૂન ગરમ મસાલો
 • મીઠું

આલુનો મસાલો બનાવા

 • ૨ બાફીને સ્મેસ કરેલા બટાકા
 • ૧ ડુંગળી લાબી કાપેલી
 • હળદર
 • મીઠું
 • કોથમીર
 • સવૅ કરવા માટે
 • મિકસ, ફરસાણ
 • બારીક ચોપ કરેલી ડુંગળી, કોથમીર,
 • લીંબુphoto_collage11535812949759IMG_20180901_174243રીત :-

એક કડાઈમાં એટ ટી.સ્પૂન તેલ લઈ તેમાં ડુંગળી સાતળવી એ ગુલાબી થાય એટલે તેમાં હળદર, મીઠું નાખી મિકસ કરી બટાકા નાખી મિકસ કરો છેલ્લે કોથમીર નાખી આ પૂરણને એક બાઉલમાં કાઢી લો.photo_collage11535812993331એક વાડકી મા દહીં ,લાલમરચું, ધાણાજીરું નાખી મિકસ કરો.અને બાજુ પર રાખો.આજ કડાઈમાં બે ટે.સ્પૂન તેલ લઈ તેમાં હીગ , હળદર,ક્રશ કરેલી મટકી ,આદું, લસણની પેસ્ટ નાખી બે મિનીટ સાતળો.
પેસ્ટ સતળાય એટલે તેમાં જે દહીં તૈયાર કર્યું હતું એ નાખવુ.પછી એમાં બે કપ પાphoto_collage11535812949759ણી નાખી એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં બાફેલી મટકી ,મીઠું ,ગરમ મસાલો નાખી ઉકાળો. જો પાણી નાખવું હોય તો થોડું નાખી શકાય.IMG_20180901_174433હવે એક વઘારીયા માં એક ચમચો તેલ ગરમ કરવુ તેમાં કાશ્મીરી લાલમરચું નાખી આ તરી મિશળ ઉપર નાખી મિકસ કરવુ .તૈયાર છે મિશળ.photo_collage11535812974140હવે સવૅ કરવા માટે પહેલા એક બાઉલમાં આલુ મસાલો એક ચમચી મૂકવો તેના ઉપર મિશળ એક મોટો ચમચો નાખવુ તેના ઉપર ફરસાણ ,ડુંગળી, કોથમીર નાખી ફરી થોડો મિશળનો રસો નાખી ઉપર ડુંગળી અને લીંબુનો રસ નાખી પાવ સાથે ગરમાગરમ સવૅ કરો.IMG_20180901_201904

નોંધ :* આમાં લસણની પેસ્ટ સાથે લીલા નારિયેળ નુ છીણ નાખવુ હોય તો બે ટે.સ્પૂન નાખી શકાય.
* આમાં રસો થોડો વધારે રાખવો.આ મટકી મિશળ ઘરે બનાવજો અને મને જણાવજો કે મિશળ કેવું લાગ્યું. મારી આ રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Comments

comments


3,470 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4