માસિકસ્ત્રાવ એ સ્ત્રીઓના જીવનનો કુદરતી ભાગ છે, પણ ઘણી સ્ત્રીઓ માટે પીડાદાયક માસિકસ્ત્રાવ એ એક અકળાવી નાખતી સમસ્યા છે. ઘણી બધી સ્ત્રીઓ પીડાદાયક પીરીયડથી પીડાય છે અને તેમને અસરકારક કુદરતી ઉપચારો વિષે કોઈ જ ખ્યાલ નથી પણ તેને અપનાવી તેઓ પોતાના આ સમયને વધારે આરામદાયક બનાવી શકે છે.
– જે સ્ત્રીઓને માસીક દરમિયાન પીડા થતી હોય અથવા જેમને માસીક સ્ત્રાવ ઓછો થતો હોય તેમણે કોથમીરનો રસ ગાજર અથવા અન્ય શાકભાજીના જ્યુસ સાથે પીવો જોઈએ. તેમ કરવાથી તમને પીડામાં રાહત મળશે અને માસીકસ્ત્રાવ પણ સામાન્ય થશે.
– પીડા ઘટાડવા માટે એલોવેરાના જ્યૂસમાં મધ મેળીવીને પીવાથી પણ રાહત મળે છે.
– તુલસીનું સેવન કરવાથી પણ માસિક પીડામાં રાહત મળે છે. એક કપ ઉકળતા પાણીમાં એક ટેબલસ્પૂન તુલસીના પત્તા ઉમેરો. તેને આંચ પરથી લઈ તેને ઢાંકી દેવું અને ઠંડુ પડવા દેવું. આ પાણીને દર થોડા કલાકે પીવાથી પીડામાં રાહત થાય છે.
– મુઠ્ઠી તલ પાણીમાં પલાળી તેને દિવસ દરમિયાન બે વાર ચાવી જઈ તે પાણી પી જવું તેનાથી પણ માસિક પીડામાં રાહત મળે છે.
– આદુ એક અત્યંત અસરકારક ઔષધી છે. તે તમને માસિક પીડામાં અસરકારક રાહત આપે છે. આદુનો એક નાનકડો ટુકડો લો તેને છીણો અને તેને એક કપ પાણીમાં પાંચ મીનીટ માટે ઉકાળી લો. તેને ગાળી લો અને તેમાં થોડો લીંબુનો રસ અને મધ ઉમેરો. માસિક દરમિયાન આ ચાને દીવસમાં ત્રણ વાર પીવી. પીડામાં રાહત મળશે.
– પપૈયું માસિક સમસ્યાઓમાં મદદરૂપ ફળ છે. જે સ્ત્રીઓને માસિક દરમિયાન વધારે પીડા થતી હોય ઉપરાંત માસિક સ્ત્રાવ ઓછો થતો હોય તેમના માટે કાચું પપૈયું ઉત્તમ છે.
– લેવેન્ડરનું તેલનું તમારા પેટ આસપાસ મસાજ કરવાથી માત્ર 10થી 15 મિનિટમાં પીડામાં રાહત મળશે.
– માસિકસ્ત્રાવ દરમિયાન કેળાનું સેવન અસરકારક રહે છે અને જે સ્ત્રીઓને તેમના પેટ તેમજ પીઠમાં માસિક દરમિયાન વધારે પીડા થતી હોય તેમણે
કેળાના પાનને થોડા તેલમાં રાંધીને તેને દહીં સાથે ખાવા જોઈએ.
– એક ગ્લાસ પાણીમાં 15-20 સુકા ધાણાના દાણા લો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવું. આ મિશ્રણને થોડીવાર ઠંડું થવા દેવું ત્યારબાદ તેનું સેવન કરવું.
– એક કપ પાણીમાં એક ટીસ્પુન વરિયાળી લો. તેને ધીમી આંચ પર પાંચ મિનિટ ઉકાળો. આંચ પરથી લઈ લો અને તે ચાને ગાળી લો. તેમાં એક ટીસ્પુન મધ ઉમેરી તેને બરાબર મીક્સ કરી લો. આ ચાને માસિક સ્ત્રાવ થવાના ત્રણ દિવસ પહેલેથી દીવસમાં બે વાર લેવાનું શરૂ કરો. માસિક દરમિયાન પણ તેનું સેવન ચાલુ રાખો. સારા પરિણામ માટે તેને ગરમ જ પીવાનો આગ્રહ રાખો.