મમરાની બિરયાની – મમરાની ભેળ તો બહુ ખાધી હવે બનાવો આ ટેસ્ટી બિરીયાની….

તમે લોકો એ બિરયાની તો ખાધી જ હસે અલગ અલગ ફ્લેવરની તો ચાલો આજે એક નવા જ અંદાજ ની નવી જ રેસિપી સાથે હું હાજર થાઇ ગય છું…

મિત્રો, આપડે મમરા તો રોજ ખાતા જ હોય છે જેમકે સેવ મમરા , લસાનીયા મમરા ,મસાલા મમરા ખરું ને?
પણ આજે મમરા માંથી જ એક રેસિપી બનાવવા ની છે જે નું નામ છે મમરાની બિરયાની.

સામગ્રી:-

  • મમરા ૧બાઉલ,
  • તેલ ૩ ચમચી,
  • લીમડો,
  • લસણ ની પેસ્ટ ૧ચમચી,
  • જીણું સમારેલું લીલું મરચું ૧ચમચી,
  • જીણા સમારેલા ટામેટા ૧નંગ,
  • જીણા સમારેલા બટેટા ૧નંગ,
  • જીની સમારેલી ડુંગળી ૧નંગ,
  • લીંબુ નો રસ ૧ચમચી,
  • કોથમીર ગાર્નિશ માટે.

બનાવવા માટે

સૌ પ્રથમ આપણે એક બાઉલમાં મમરાને ધોઈને પલાડી દેશું…

મમરાને ૧૦મિનિટ જેટલું પલાળવા …

હવે એક પેન માં તેલ મૂકી તેમાં આપડે લસણ ની પેસ્ટ નાખીશું હવે તેમાં ડુંગળી નાખી તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવું…

હવે એક પેન માં તેલ મૂકી તેમાં લીલું મરચું,લીમડો,જીણા સમારેલા ટામેટા બધું જ નાખી મિક્સ કરી ૨મિનિટ ચડવા દેશું

હવે તેમાં બાફેલા બટેટા ને એડ કરીશું..હવે તેમાં આપડે મસાલા કરી લેશું..

સૌ પ્રથમ આપણે મીઠું, હળદર ,ધાણાજીરું , લાલ મરચું, ગરમ મસાલો, નાખી બધું જ બરાબર મિક્સ કરી લેશું..હવે તેમાં લીંબુ નો રસ નાખીશું…

બધા જ મસાલા ચડી જાય એટલે હવે તેમાં આપડે પલાળેલા મમરા નાખી મિક્સ કરી લેશું,.

હવે તેની ઉપર કોથમીર ભભરાવી સર્વ કરીશું…

એક પ્લેટ માં  કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું….

તો તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ મમરા ની બિરયાની…સવાર ના નાસ્તા માટે એક નવી જ રેસીપી…

નોંધ:-

મમરા ને આપડે બોવ પલાળવા ના નથી જો બોવ પાલડી જશે તો ટેસ્ટ સારો નહી આવશે એટલે ૧૦મી.પલળવા..

રસોઈની રાણી : મયુરી ઉનડકટ, જુનાગઢ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Comments

comments


3,886 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 7 =