મેજર મોહિત શર્માએ ચાર આતંકવાદીને ઠાર કર્યા અને પોતાના બે સાથીઓને બચાવ્યા, આવા બહાદૂર જવાનને સલામ

આ બહાદૂર જવાનને અગાઉ પણ તેમની બહાદુરી માટે 2 શૌર્ય પદકથી સમ્માનીત કરવામાં આવ્યા છે.પાડોશી દેશની આતંકવાદી પ્રવૃત્તિઓ દીવસે દીવસે વધતી જઈ રહી છે અને દેશ માટે જોખમ ઉભું થઈ રહ્યું છે તેવા સંજોગોમાં આપણે આપણા ભારતીય જવાનોનો પાડ માનીએ તેટલો ઓછો છે. તેમના કારણે જ આજે આપણે આપણા ઘરમાં સુરક્ષિત રીતે જીવી રહ્યા છીએ.

ભારતીય નાગરીકોમાં પોતાના દેશના સૈન્ય માટે દિવસે દિવસે માન વધતું જઈ રહ્યું છે. 6000 ફૂટની ઉંચાઈ પર ભારતીય સૈન્ય લગભગ કાયમી છાવણી નાખીને બેઠું છે. તેમની પાસેથી આપણે આથી વધારે શું ઇચ્છી શકીએ. ભારતીય જવાનો સાચા અર્થમાં દેશના હીરો છે જેમણે પોતાનો જીવ જોખમમાં મુકીને વાસ્તવમાં આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે.

આજે આપણે તેવા જ એક બહાદૂર જવાનની વાત કરીએ.

મોહીત શર્મા – તેમની બહાદૂરનીને લાખ સલામમોહિત શર્મા ફર્સ્ટ પેરા એટ સ્પેશિયલ ફોર્સના સ્પેશિયલ આર્મિ ઓફિસર છે. મોહિતે પોતાની કારકીર્દીના ચાર વર્ષ જમ્મુ અને કાશ્મિરમાં પસાર કર્યા છે. તેઓ દેશના ઉત્તમ ગોરીલાઓમાંના એક છે. 21 માર્ચ 2009ના દિવસે મોહિત શર્માએ એક ઇતિહાસ રચ્યો હતો. તે દિવસે તેઓ જમ્મુ કાશ્મિરના કુપવારા સેક્ટરના હાફ્રુદા જંગલમાં આતંકવાદીઓ સામેની જીવ સટોસટની લડાઈ લડી રહ્યા હતા.

તેમની ત્વરિત નિર્ણય શક્તિ તેમજ બુદ્ધિએ ચાર આતંકવાદીઓને મારી નાખવામાં તેમને મદદ કરી હતી અને તેમણે પોતાના બે સાથી જવાનોને પણ બચાવ્યા હતા. આ ઘટનામાં મેજર શર્માને પોતાને પણ કેટલીક ગોળીઓ વાગી હતી. તેમની આ બહાદુરી માટે તેમને અશોક ચક્ર આપવામાં આવ્યું. તમને કદાચ જાણ ન હોય તો જણાવી દઈ કે અશોક ચક્રનું સમ્માન એ ભારતીય શૈન્યનું સર્વોચ્ચ સમ્માન છે.આ બહાદુર ભારતીય જવાનને બે શૌર્ય ચંદ્રકો આ પહેલાં પણ મળી ચુક્યા છે. પ્રથમ ચંદ્રક તેમને ઓપરેશન રક્ષક વખતે અદ્ભુત કાઉન્ટર ટેરેરિઝમ ફરજ બજાવવાના કારણે તેમને ચીફ ઓફ આર્મિ સ્ટાફ્સ કમેન્ડેશન કાર્ડ મળ્યું હતું અને બીજું ચંદ્રક તેમને 2005માં કરેલા એક ગુપ્ત ઓપરેશન માટે ‘સેના મેડલ’ મળ્યું હતું.મેજર મોહિત શર્માના પત્ની પણ મેજર છે તેણીનું નામ છે મેજર રીશીમા શર્મા, તેણી પણ એક બહાદુર સૈન્ય અધિકારી છે.

આતંકવાદીઓ વિષે મળેલી વિશ્વાસપાત્ર જાણકારી બાદ મોહિત શર્મા તેમની છેતરામણી વ્યૂહરચના સાથે હાફ્રુદા ફોરેસ્ટમાં પોતાના કમાન્ડો સાથે પોહંચ્યા હતા. કેટલીક શંકાસ્દપદ હલચલોના કારણે તેમણે પોતાના સાર્જન્ટ્સને પણ ચેતવ્યા હતા પણ અણધારી રીતે આતંકવાદીઓએ ત્રણે દીશાએથી ગોળીઓ ચલાવવાનું શરું કરી દીધું હતું.સામસામી લડાઈમાં ચાર કમાન્ડો તે જ ક્ષણે ઘાયલ થઈ ગયા હતા. આ જોઈ મોહિત શર્મા ગોઠણભેર સરકીને તેમની પાસે ગયા અને તેમાંના બેને સુરક્ષીત કર્યા. એકધારી ગોળીબારી ચાલતી હોવા છતાં તેમણે આતંકવાદીઓ તરફ ગ્રેનેડો ફેંકી અને તેમાંના બેને ત્યાં જ મારી નાખ્યા પણ તેમની છાતીમાં પણ ગોળી વાગી હતી. પણ તેમ છતાં તેઓ રોકાયા નહીં અને તેઓએ તેમના કમાન્ડોની દોરણવી કરી.એકધારા સંઘર્ષમાં તેમણે બીજા બે આતંકવાદીઓને મારી નાખ્યા અને છેવટે તેમણે પોતાનો અંતિમ શ્વાસ યુદ્ધના મેદાનમાં જ લીધો અને તેમણે પોતાના દેશ માટે પોતાનો જીવ હોમી દીધો. તેમને ભારતીયો દ્વારા તેમની બહાદૂરી માટે હંમેશા યાદ રાખવામાં આવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,287 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 6 =