આ માજીની કલાકારી જોઇને તમે પણ મોંમાં આંગળા નાખી દેશો…

સાધારણ રીતે સામાન્ય માનવી ૭૦-૮૦ની ઉંમર પછી અશક્ત થતો જતો હોય છે. ૮૦-૮૫ની ઉંમર પછી તો તે પોતાનું કામ પણ માંડ માંડ કરી શકતો હોય છે અને લગભગ ઘરના અન્ય સભ્યો પર ડિપેન્ડન્ટ થઈ જાય છે. બરોબરને પરંતુ, હું તમને કહું કે આ ખોટું છે તો? તમે પણ આ ડોશીમાંના વિશે વાંચીને એમ જ કહેવાના છો.Agnes-Kasparkova-louka-painted-houses-6

આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છે જે લગભગ તેના શતક પુરા કરવાને નજીક પહોંચ્યા છે તેમ છતાં તેમનામાં રહેલા કામ કરવાના જુસ્સા, ઉત્સાહ અને તાકાતને જોઈને યુવાનોને પણ શરમ આવશે. તેમણે ફરી વખત સાબિત કરી આપ્યું છે કે ઉંમર તો માત્ર આકડાં છે કામ કરવા માટે કોઈ એજ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. તો ચાલો આખી વાત શું છે તે જાણીએ…flowers-2

વાત એમ છે કે સાત સમુદ્ર પાર આવેલા મોરાવીયા રાજ્યમાં આવેલું એક નાનકડું ગામ લૉકા આજે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયું છે શેના માટે જાણો છો ? સમગ્ર ગામમાં કરવામાં આવેલા સુંદર અને કલાત્મક ‘કલરઆર્ટ’ના લીધે. તમને થશે કે એમાં વળી શું આવા તો દુનિયામાં કેટલાય ગામ અને રાજ્યો હશે જે સુંદરતા અને આર્ટના લીધે ઘણાં પ્રખ્યાત છે ! વાત સાચી છે પરંતુ હું તમને કહું કે સમગ્ર આર્ટવર્ક કરનાર કોઈ કોલેજના સ્ટુડન્ટો કે પછી કોઈ ટીમ વર્ક નથી પરંતુ એકલા હાથે કરવામાં આવ્યું છે, તો ? તેમજ આ કાર્ય કોઈ યુવાન વયના વ્યક્તિ એ નહિ પરંતુ ૯૧ વર્ષના ડોશી એ કર્યું છે તો ?

હા, તમે બરોબર વાંચી રહ્યો છો. અગાઉ ખેતીનું કામ કરતા ૯૧ વર્ષીય એનિઝકાકાસપર્કોવા એ આખા ગામને પેઇન્ટિંગથી સજાવી દેવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં તેઓ સફળ પણ થયાં છે. તેમને પહેલીથી પેઇન્ટિંગનો ખૂબ જ શોખ હતો. તેઓ ફ્રી સમયમાં પેઇન્ટિંગ કરતાં રહેતાં હતાં એક દિવસ તેમને વિચાર આવ્યો કે કેમ નહીં મારી આ આવડતનો ઉપયોગ ગામના અન્ય સુધી પણ પહોંચાડું. બસ એવો વિચાર મગજમાં સ્ફુર્તાની સાથે તેઓ પેઇન્ટકલર અને બ્રશ લઈને બેસી ગયાં ગામની ઇમારતોને રંગવા. લગભગ ચાર વર્ષથી તેઓ ગામની દરેક ઇમારતની બહારની દીવાલ, બારીની કિનાર, દરવાજા પર પેઇન્ટિંગ કરી રહ્યા છે.grandma4

તેમને પેઇન્ટિંગનો એટલો રસ છે કે તેમને આ કરવામાં થાક પણ નથી લાગતો તેઓ કલાકો સુધી બેસી રહે છે અને તેમનું કામ પતાવીને જ રાહતનો શ્વાસ લઈ છે. ઉંમરના હિસાબે તેઓ વચ્ચે થોડાં થાકી જાય છે જેથી સાથે એક ખુરશી રાખે છે જ્યાં થોડો વિસામો કરી લેઇ છે પછી પાછા કામે ચઢી જાય છે.grandma11

તેમના પેઇન્ટિંગની વાત કરીએ તો તે ૯૧ વર્ષની વયે જયારે શરીર ટટ્ટાર પણ નથી રહી શકતું તેવા સમયે આંખે ચશ્માં વિના પણ એટલું ઝીણું અને બારીક પેઇન્ટિંગ કરી શકે છે જે તમે ફોટામાં જોઈ શકો છો. તેમના પેઇન્ટિંગમાં મોરાવીયન ચિત્રકલાની છાંટ જોવા મળશે. આટલું સુંદર પેઇન્ટિંગ અને કલાથી આકર્ષાઈને અહીંના સ્થાનિક લોકો તેમના ઘરની બારી અને દીવાલો પર પેઇન્ટિંગ કરવા માટે તેમને આમંત્રે છે. આ કામ કરવા માટે તેઓ કોઈ નાણાં નથી લેતાં. તેમનું કહેવું છે કે આ શોખ છે જેનું મૂલ્ય નાણાંથી નથી ચૂકવાતું.

લેખક : દર્શિની વશી

અદ્ભુત આટલી ઉંમરે પણ ગજબ કામ કરી જાણે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,845 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 2 =