ઘરના મેઈન દરવાજા પાસે ચપ્પ્લનું કબાટ રાખવાથી શું થઇ શકે જાણો છો?

આધુનિક સમયમાં લોકો જેટલું ધ્યાન પોતાના પહેરવેશ અને પોતાની સ્ટાઈલનું રાખતાં થયા છે તેટલું જ ધ્યાન લોકો પોતાના ઘરના દેખાવ પર પણ આપે છે. ઘરની સાજ-સજાવટમાં ક્યારેય લોકો વાસ્તુ શાસ્ત્રના નિયમનો ભંગ કરી દેતાં હોય છે. આવો જ એક નિયમ છે શૂ રેક રાખવાનો. મોટાભાગના લોકો ઘરના મુખ્ય દરવાજાની બહારની તરફ શૂ રેક રાખતાં હોય છે. જ્યારે કેટલાક ઘરમાં જે વધારાની જગ્યા હોય છે ત્યાં શૂ રેક રાખી દેતાં હોય છે. પરંતુ ઘરમાં શૂ રેક યોગ્ય સ્થાન પર રાખવી જરૂરી છે તે વાત લોકો જાણતાં નથી. ખોટી જગ્યાએ રાખેલી શૂ રેક ઘરમાં ખરાબ પ્રભાવને વધારે છે. ઘરમાં અન્ય ફર્નીચરની સાથે શૂ રેક પણ વસાવવામાં આવે જ છે. તો ચાલો આજે જણાવીએ તમને શૂ રેક સાથે જોડાયેલા વાસ્તુ શાસ્ત્રના નિયમો વિશે.

  • – શૂ રેક રાખવા માટે સૌથી શ્રેષ્ઠ દિશા પશ્ચિમ છે. ઘરની પશ્ચિમ દિશામાં તેને રાખવું જોઈએ.
  • – શૂ રેકને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પણ રાખી શકાય છે.
  • – ઘરની ઉત્તર દિશામાં કે પછી દક્ષિણ-પૂર્વ દિશામાં તેને રાખવી નહીં.
  • – ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર તેમજ પૂર્વ દિશામાં હોય તે આદર્શ સ્થિતી માનવામાં આવે છે. પરંતુ આ પ્રકારના મુખ્ય દરવાજા પાસે શૂ રેક રાખવામાં આવે તો દોષ ઉત્પન્ન થાય છે. એટલા માટે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર અથવા પૂર્વ તરફી હોય તો ત્યાં શૂ રેક ન રાખવી.
  • – શૂ રેક ક્યારેય પણ બેડરૂમ કે રસોડામાં ન રાખવી. બેડરૂમમાં શૂ રેક રાખવાથી દાંપત્યજીવન પર અસર પડે છે.
  • – મુખ્ય દરવાજાની સામે જેમ તેમ જૂતા-ચપ્પલ ન રાખવા જોઈએ. આ રીતે જૂતાં ચપ્પલ રાખેલા હશે તો ઘરમાં કંકાશ વધશે.
  • – શક્ય હોય ત્યાં સુધી ઘરમાં બંધ થઈ શકે તેવી શૂ રેક રાખવી. ખુલ્લી શૂ રેક ઘરમાં નકારાત્મકતા વધારે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો આ ટીપ્સ ફોલો કરીને આજે જ બદલાવ લાવો તમારા ઘરમાં.

Comments

comments


5,425 views

Leave a Reply

Your email address will not be published.


× 4 = 20