આજકાલ બધા લોકોના વાળ સફેદ થવા લાગે છે, કોઈ પ્રસંગ હોય તો લોકો વાળ કાળા કરવા માટે લોકો પાર્લર માં જતાં હોય છે. તો અહી અમે તમને ઘરે વાળ કાળા કરવા માટે મહેંદી વિષે જણાવીશું. આ મહેંદી ના ઉપયોગથી વાળ કાળા અને સુંદર થઈ જશે. અને ખરતા વાળ પણ અટકશે. તો ચાલો જાણીએ ઘરે મહેંદી નો પેક કેવી રીતે બનાવવો.
લોખંડ ના વાસણ માં પાણી નાખી મહેંદી પલાળવી લોખંડ ના વાસણ માં આ પેક બનાવાથી મહેંદી નો કલર સારો આવે છે. આ હેયર પેક બનવા માટે આંબળા નો પાવડર અથવા તો આખા આંબળા નો પણ ઉપયોગ કરી શકાઈ છે.
ગેસ પર લોખંડના વાસણ માં પાણી ગરમ કરી તેમાં આંબળા નો પાઉડર નાખી થોડીવાર ઉકાળવું. પછી તેને ઠંડુ કરીને તેમાં બે ચમચી મેંદી નાખવાની છે, હર્બલ મહેંદી નો ઉપયોગ કરવો. તો સૌથી પહેલા બે ચમચી મેંદી નાખીશું.ત્યાર બાદ ભૃંગરાજ પાવડર, શિકાકાઈ પાઉડર ,અને ગુલમહોર પાઉડર નાખી પછી તેને મિક્ષ કરી દેવું ત્યારબાદ તેને એક દિવસ પલાળવા મૂકવું. સારી રીતે પલળી ગયા પછી તે તમે વાળ માં લગાવી શકો છો.
આ મહેંદી માં આંબળા પાઉડર નાખવાથી તે વાળ ને પોષણ આપે છે અને વાળ ને લાંબા કરે છે. ભૃંગરાજ પાવડર થી વાળ સિલકી બને છે. અને ખરતા વાળ અટકે છે. શિકાકાઈ પાવડર થી પણ વાળ ને ઘણા ફાયદા થાંઈ છે. ગુલમહોરનો પાવડર વાળને ખુબ જ મજબુત બનાવે છે, અને વાળમાં સાઈનિંગ લાવે છે.
હવે આ પેક ને માથામાં લગાવવા માટેની પ્રોસેસ જાણીએ. વાળ ને ધોઈને કોરા કરી પછી આ પેક લગાવવો. તેલ વાળા વાળ માં ના લગાડવો. વાળ ના મૂળ માં પણ પેક લગાડવો. આ પેક લગાવ્યા પછી શેમ્પુથી વાળ ના ધોવા સાદા પાણીથી વાળ ધોવા. ગરમ પાણી થી વાળ ના ધોવા. અને તે રાત્રે વાળને સારી રીતે તેલનું માલીશ કરવાનું છે, બીજા દિવસે તમે શેમ્પુ થી વાળ ધોઈ શકો છો. આ પેકને અઠવાડિયામાં એક વખત લગાવો.