મહામૃત્યુંજય મંત્ર રોજ બોલવાથી દુર થાય છે આટલા દોષો

મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે નો ખાસ મંત્ર છે, આ મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદ માં ભગવાન શિવ ની સ્તુતિ માં લખ્યું છે. રુદ્રાક્ષ ની માળા સાથે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. જેનાથી દરેક પ્રકાર ની સમસ્યા અને રોગ દુર થઇ જાય છે. તેમજ અકાળ મૃત્યુ (અસમય મોત) નો ડર પણ દુર થાય છે. શિવપુરાણ ની અનુસાર, આ મંત્ર ના જાપ થી મનુષ્ય ની બધી બાધાઓ અને સમસ્યાઓ દુર થઇ જાય છે.

મહામૃત્યુંજય મંત્ર થી થાય છે દોષો નો નાશ

મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાથી માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, દુ:સ્વપ્ન, ગર્ભનાશ, સંતાનબાધા ઘણા દોષો નો નાશ થાય છે.

મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાથી મળે છે શુભ લાભ

૧. દીર્ધાયું (લાંબી ઉંમર)

જે પણ મનુષ્ય ને લાંબી ઉંમર મેળવવાની ઈચ્છા હોય, તેને નિયમિત રૂપ થી મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવો જોઈએ. આ મંત્ર ના પ્રભાવ થી મનુષ્ય નો અકાળ મૃત્યુ નો ભય દુર થઇ જાય છે. આ મંત્ર ભગવાન શિવ ને ખુબ પ્રિય છે, આનો જાપ કરવા વાળા ને લાંબી ઉંમર મળે છે.

 

૨.આરોગ્ય પ્રાપ્તિ

આ મંત્ર થી મનુષ્ય ન માત્ર નિર્ભય બને છે પરંતુ તેમની બીમારીઓ નો પણ નાશ થાય છે. ભગવાન શિવ ને મૃત્યુ ના દેવતા પણ કહેવામાં આવે છે. આ મંત્ર ના જાપ થી રોગો નો નાશ થાય છે અને મનુષ્ય નીરોગી બને છે.

૩. સંપતિ ની પ્રાપ્તિ

જે પણ વ્યક્તિ ને ધન સંપતિ મેળવવાની ઈચ્છા હોય, તેમને મહામૃત્યુંજય મંત્ર નો પાઠ કરવો જોઈએ. આ મંત્ર ના પાઠ થી ભગવાન શિવ હંમેશા પ્રસન્ન રહે છે અને મનુષ્ય ને ક્યારેય ધન ધાન્ય ની ઉણપ નથી થતી.

૪. યશ (સન્માન) પ્રાપ્તિ

આ મંત્ર નો જાપ કરવાથી મનુષ્ય ને સમાજ માં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. સન્માન ની ઈચ્છા રાખવા વાળા મનુષ્ય ને દરરોજ મહામૃત્યુંજય મંત્ર નો જપ કરવો જોઈએ.

૫. સંતાન ની પ્રાપ્તિ

મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરવાથી ભગવાન શિવ ની કૃપા હંમેશા બની રહે છે, અને દરેક મનોકામના પૂરી થાય છે. આ મંત્ર નો જાપ દરરોજ કરવાથી સંતાન ની પ્રાપ્તિ થાય છે.

Comments

comments


3,535 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 5 =