મગની દાળનો શીરો – સ્વીટ ખાવાના શોખીનો માટે અમે લાવ્યા છીએ સ્વાદિષ્ટ આ શીરો, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને

આપણે ગુજરાતી લોકો ખ‍ાવાના બહુ શોખીન તેમાય મિઠાઈ તો અાપણી પ્રિય. અને આપણી દેશી મિઠાઈઓ કે જે આપણે ઘરે મન થાય ત્યારે બનાવતા હોઇએ જેમકે ખીર,દૂધપાક અને શીરા જેવી અનેક અાઇટમો. જો શીરાની વાત કરીએ અને તેમાય મગની દાળના શીરાની વાત કરીએ તો, મગની દાળનો શીરો ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે પણ બનાવવામાં ખૂબજ મહેનત અને વાર લાગે છે.

તો ચાલો હું તમને એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય તેવી રીતે શીખવાડુ મગની દાળનો શીરો.

  • સામગ્રી:
  • ૧૦૦ ગ્રામ મગની છળી દાળ(ફોતરા વગરની),
  • ૧૫૦ ગ્રામ ખાંડ,
  • ૨ મોટા ચમચા ઘી,
  • અડધો લીટર દૂધ ,
  • ૪ થી ૫ એલચીના દાણા,
  • થોડીક બદામ,
  • થોડીક કિશમીશ,

રીત :
૧. મગની છળી દાળ(ફોતરા વગરની) અને એલચીને એક મિક્ષર ઝારમાં લઇને કોરે કોરી એકદમ ઝીણી પણ નહીં અને એકદમ અધકચરી પણ નહીં એવી પીસી લેવી.૨. એક કડાઇમાં ઘી ગરમ કરવું.૩. ઘી ગરમ થાય એટલે તેમાં રેડી કરેલો મગની દાળ અને એલચીનો ભુક્કો તેમા એડ કરવો અને ધીમા ગેસે ચમચો તળીયા સુધી ફેરવતા રહેવુ.૪. ધીમા તાપે સતત સેકતા સેકતા લાઇટ બ્રાઉન કલર ના થાય મગની દાળનો ત્યાં સુધી ચમચો ફેરવતા શેકવુ.

૫. મગની દાળ લાઇટ બ્રાઉન કલરની થઇ જાય પછી તેમા ધીમે ધીમે દૂધ રેડતા જવુ અને હલાવતા જવુ શીરો તળીયે ના ચોંટી જાય તેની સતત કાળજી રાખવી.૬. દૂધ શીરામાં એકસરખુ સરસ મિક્ષ થઇ ગયા બાદ તેમા ખાંડ એડ કરવી અને તે પણ ખાંડ સાવ ઓગળી ના જાય ત્યાં સુધી હલાવતા જવુ શીરો તળીયે ના ચોંટી જાય તેની સતત કાળજી રાખવી.૭. ખાંડ મિક્ષ થઇ ગયા બાદ ગેસ બંધ કરીને શીરા ઉપર ઢાંકણુ ઢાંકીને થોડીક વાર રહેવા દેવો.

લ્યો તૈયાર છે અાપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો મગની દાળનો શીરો ઉપરથી બદામની કતરણ અને કિશમીશથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,756 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5