કેમછો મિત્રો? આજે હું પજુશન પવૅ માટે એક વાનગી બનાવી છે .જે ઈઝી અને જલ્દી બનતી વાનગી છે.મગના લોટના પરાઠા .જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો બનાવી એ…
સામગ્રી :-
- ૧ કપ મગનો લોટ
- ૧ કપ ઘંઉ નો લોટ
- ૧ ટી.સ્પૂન લાલમરચું
- ૧ ટી.સ્પૂન ધાણાપાવડર
- ૧ ટી.સ્પૂન સૂંઠ પાવડર
- ૧/૪ ટી.સ્પૂન હળદર
- ૧ ટે.સ્પૂન શેકેલા તલ
- મીઠું
- ૨ ટી.સ્પૂન તેલનું મોણ
- તેલ શેકવા
નોંધ :-
* આખા મગને મિકસર મા પીસીને લોટ કરવો. તેલની જગ્યાએ ઘી નો શેકવા ઉપયોગ કરી શકાય છે.
રીત :-
એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી થોડું થોડું પાણી નાખી પરાઠા જેવો લોટ બાંધો.લોટને પાંચ મિનિટ રેસ્ટ આપો.હવે લોટને કેળવી તેના ગુલા કરી પરાઠો વણો થોડો વણાય એટલે તેના પર થોડું તેલ લગાવી તેના પર લાલમરચું, ધાણાપાવડર સ્પીનકલ કરી પરાઠા ને triangle શેપ આપી ફરી પરાઠુ વણી લો.
આ પરાઠા ને તવી પર તેલ લગાડી બને બાજુ ક્રીશપી એવા શેકી લો.આ રીતે બધા પરાઠા તૈયાર કરો.આ પરાઠાને ઘી ,ગોળ કે દહીં સાથે સવૅ કરો.
તો આજે જ આ પરાઠા બનાવો અને મને તમારા મન્તવ્ય જણાવો કેવા લાગ્યા. મારી રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.
રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )