તમે તમારા વોર્ડરોબમાં સામેલ કરી કે નહિ ? ફેશન જગતમાં હાલ ટ્રેન્ડમાં છે આ મધુબની…

હેન્ડલૂમથી બનેલા કપડાં હવે ધીરે ધીરે માર્કેટમાંથી ગાયબ થઈ રહ્યાં છે. હવે મશીનોથી ઝપટ બનેલા આઉટફીટ્સ બધા દુકાનો પર નજર આવે છે. તહેવારો પર પણ લોકોની પહેલી પસંદ ચમકીલા-ભડકીલા કપડાં જ હોય છે. આવામાં આજે અમે તમને એવા લોકો વિશે બતાવીશું, જે મશીનો કરતાં પણ હાથથી બનાવેલ અસલી કારીગરીને પ્રાધાન્ય આપે છે. જે રીતે તેમનું કામ ખાસ છે, તેવી જ રીતે તેમના ખરીદારો પણ એ જ લોકો છે, જે ભારતીય કલાને પસંદ કરે છે. કેમ કે, હાથથી બનાવેલ કામની કિંમત અને સાદગી એ જ લોકો ખરીદી શકે, જે તેને સમજી શકે.૧

https://www.facebook.com/artisansgallerybyneha/videos/1512712385504621/

હાથથી બનાવેલી આ હેન્ડલૂમ કલાને સજાવવાનું કામ કરી રહી છે આર્ટિશન ગેલેરી. વર્ષ 2015માં અહીંના આર્ટિસ્ટ્સ મધુબની કલાને મોર્ડન ટ્વિસ્ટની સાથે કપડાં પર ઉતારી રહી છે. માત્ર કપડાં પર જ નહિ, ભારતની આ સૌથી સુંદર કલાને દાગીના અને ડેકોરેશનના સામાનો પર પણ બનાવવામાં આવી રહી છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે, કે અહીં હેન્ડલૂમને બચાવવાની સાથે સાથે મહિલાઓને રોજગાર આપીને તેમને સશક્ત બનાવવાનું કામ કરવામાં આવે છે. અહીં આ આર્ટને મહિલાઓ પોતાના હાથથી બનાવે છે.૨

હાથથી કરાતા આ આર્ટિશન ગેલેરીના આ કામની કિંમત અહીં માત્ર 100 રૂપિયાથી શરૂ થાય છે. અહીં માત્ર 100 રૂપિયામાં કપડાં અને એસેસરીઝની શરૂઆત થાય છે. તેમના કલેક્શનમાં સાડી, દુપટ્ટા, સ્ટોલ, કુર્તીઓ, સૂટ, પેન્ટ, પલાઝો, સ્કર્ટ, ટોપ અને જ્વેલરી સામેલ છે. અહીંની સૌથી મોંઘી ચીજ 30,000ની અંદર મળી જાય છે. આર્ટિશન ગેલેરીના પ્રોડક્ટ્સ તમને આઉટલેટ્સ ઉપરાંત ઓનલાઈન પણ મળી રહે છે. અહીંના આર્ટિસ્ટ્સ સિલ્ક, લિનન, કોટ જેવા ફેબ્રિક પર ખાસ મધુબની પેઈન્ટિંગ કરે છે. તમે તેમના દ્વારા બનાવવામાં આવેલ બિહારની આ ખાસ મધુબની કલાની સુંદરતા તેમાં જોઈ શકો છો.

અહીં દરેક પીસ પર મધુબની પેઈન્ટિંગથી ઈન્સ્પાયર્ડ ચિત્રને પહેલા કલમની મદદથી કપડાં પર બનાવવામાં આવે છે. તેના બાદ એ ચિત્રને રંગ અથવા તો પાક્કું કરવામાં આવે છે. અહીં મધુબની આર્ટમાં વૃશ્ર, ફુલો, ગાય, ભગવાનના ચિત્રો ખાસ કરીને બનાવવામાં આવે છે. આર્ટિશન ગેલેરીમાં મળનારા દરેક પીસને અહીંના આર્ટિસ્ટ પોતાના હાથથી બનાવે છે.

શું છે મધુબની આર્ટ તે પણ જાણી લો૩

બિહારના મિથિલા વિસ્તારમાં પ્રસિદ્ધ દેવી-દેવતાઓ, વૃક્ષ-છોડ, અને પશુ-પક્ષોઓના ચિત્રો દિવાલો પર બનાવવામાં આવે છે. તેમાં સૌથી ખાસ લગ્ન, દુર્ગા પૂજા, હોળી, શ્રાવણ મહિનો અને દિવાળી જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. આ જ ચિત્રોને બાદમાં ઘરમાં બનેલા નેચરલ કલરની સાથે કાગળ પર ઉતારવામાં આવ્યા. ધીરેધીરે આ કળા એટલી ફેમસ થતી ગઈ કે, તેને કપડાં પર બનાવવામાં આવી. હવે તે માર્કેટમાં મધુબની પેઈન્ટિંગ્સ પણ વેચાય છે. હવે મધુબની ડિઝાઈનવાળી સાડીઓ, સૂટ, સ્ટોલ્સ, શોલ વગેરે બહુ જ પોપ્યુલર થયાં છે.૪

તમને જણાવી દઈએ કે, પટનાના દાનાપુરમાં આ આર્ટિશન ગેલેરી આવેલી છે, અને આર્ટિસ્ટ્સ પણ ત્યાં જ કામ કરે છે. તેમણે 12 જુલાઈ, 2018ના રોજ બીજેપી અધ્યક્ષ અમિત શાહની રેલીના મેદાનમાં દિવાલો પ બીજેપી દ્વારા ચલાવવામાં આવેલી યોજાઓને બિહારની સૌથી પ્રસિદ્ઘ મધુબની કલાની સાથે રંગોમાં ઉતારી હતી. આ યોજનાઓમાં જનધન યોજના, મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના, મેક ઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, કૃષિ વીમા યોજના સહિત અનેક સામેલ હતી. 5થી 7 ફીટ ઊંચી દિવાલો પર 31 કલાકારોએ સતત એક સપ્તાહ સુધી આ યોજનાઓને ગુલાબી, લીલા, લાલ જેવા રંગોમાં બતાવી હતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત આપણાં પેજ પર.

Comments

comments


3,532 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 6