મા વૈષ્ણોદેવીના મંદિર વિષેનુ આ ગુપ્ત રહસ્ય ૯૯ % લોકોને ખબર જ નથી , જાણો શુ છે રહસ્ય…

ભારત ને દેવ-દેવીઓ ની ભૂમિ માનવામાં આવે છે તેમજ સંતો ભક્તો પણ મોટે ભાગે આ ભારત ની ભૂમિ ઉપર જ જન્મયા છે. આજે પણ આપળે જો જોવા જઈએ તો અહિયાં પાણે-પાણે ઈતિહાસ સમાયો છે. દેવો ની ભૂમિ ગણાતા આ દેશ માં અતિ પ્રચીલીત છે માં વૈષ્ણો દેવી નુ મંદિર.

હિન્દુ ધર્મ માં તેમજ આખા ભારત મા આ ધામ પવિત્ર શક્તિ પીઠ માંનુ એક છે અને તેના વિશે તો બધા જાણે છે. પણ આજે અમારે તમને વાત કરવી છે જમ્મુ ની બર્ફીલી પહાડીઓ વચ્ચે અને કટરા પાસે આવેલ માતા નુ ધામ.વર્ષો પેલાં ની વાત છે કે આદિકાળ માં હાલ નુ જે કટરા છે તેની બાજુમાં હતું હંસલી નામ નુ ગામ, અને તે ગામ મા રેહતા હતા માતા ના અનન્ય ભક્ત જેનું નામ હતું શ્રીધર પંડિત. તે એક ગરીબ બ્રામ્હણ કુટુંબ માં જન્મ્યા હતા.

તેમને સંતાન સુખ નોતું, એટલે નારદ ઋષિ ના મંતવ્ય મુજબ તેમને માં ની નવરાત્રી ના વ્રત ચાલુ કર્યા. છેલ્લે પુર્ણાહુતી ના દિવસે તેમને કુવારી કન્યાઓને જમવા તેમજ તેમના આશીર્વાદ મળે તે માટે એમના ઘરે આમંત્રણ આપ્યું. આ દીકરીઓ માં માતા પણ કન્યા ના રૂપ માં હતા. જયારે પ્રસાદી પૂરી થઇ અને બધા ઘરે જતા રહયા ત્યારે માતા ત્યાજ રોકાયા અને તેમને પંડિત શ્રીધર ને ભંડારા માટે કહ્યું.

માતાએ પોતાની ઓળખ શ્રીધર ને નોતી આપી પણ તેમના વચન સાંભળી તે રાજી થયા અને બધા ને ભંડારા માટે આમંત્રણ આપ્યો. માતા ના કેહવા મુજબ તેમને ભૈરવનાથ અને તેના ચેલા ને પણ આમંત્રણ આપ્યું હતું. સમસ્ત ગ્રામજનો ને આ નિમંત્રણ મળતા બધા ને અચરજ થતી હતી કે આ એક ગરીબ બ્રામ્હણ આજુ બાજુ ના બધા લોકો ને કઈ રીતે જમાડશે.

સમસ્ત ગ્રામજનો અને ભૈરવનાથ તેના ચેલા સાથે આ જોવા ત્યાં આવ્યા કે આ ગરીબ બ્રામ્હણ બધા ને કઈ રીતે જમાડશે, પણ ત્યાં તો માતા ના આશીર્વાદ થી બધું જાતે બનતું હતું અને માતા પોતે ત્યાં પીરસતા હતા. જયારે માતા કન્યા રૂપે બધા ને પીરસતા હતા અને તે ભૈરવનાથ પાસે પોહચ્યા તો તેને માસ-મદિરા ની માંગ કરી ત્યારે કન્યા સ્વરૂપ માતાએ કહ્યું કે આ એક બ્રાહ્મણ ના ઘર નો ભંડારો છે અને અહિયાં આ વસ્તુઓ નો મળે.

આ ભૈરવનાથ ની એક યુક્તિ હતી કેમકે તે જાણવા માંગતો હતો આ દિવ્ય કન્યા છે કોણ પણ માતા ને તેની યુક્તિ સમજાય ગયી અને તે અંતરધ્યાન થઇ ગયા. ભૈરવનાથ પણ માતા નો પીછો કરવા અંતરધ્યાન થઇ ગયો. માતા એક ગર્ભ ગુફા માં જતા રહ્યા અને તેમને રામભક્ત હનુમાન તેમજ એક ઋષિ ને દ્વારપાળ તરીકે રાખ્યા અને કહ્યું કે એક નિશ્ચિત સમય ના આવે ત્યાં સુધી કોઈ ને પણ આની જાણ નહિ કરતા અને માતા એ ગુફામાં નવ મહિના સુધી તપ કર્યો.

ભૈરવનાથ તેમની શોધ કરતો રહ્યો અને અંતે તેને માતા ની ભાણ મળી ગયી પણ માતાએ તેને ઘણો સમજાવ્યો કે તું અહિયાં થી પાછો ચાલ્યો જા, પણ તે નો માન્યો અને તેને માતા ને યુદ્ધ માટે પડકાર્યા. માતા ના ક્રોધાન્ગી પ્રચંડ થઇ અને તેમને રણચંડી નુ સ્વરૂપ ધારણ કરી ભૈરવનાથ ના શરીર થી તેનું માથું અલગ કરી નાખ્યું. જે જગ્યાએ માતા એ તપ કર્યો તો તેને ગર્ભ ગુફા તરીકે પૂજવામાં આવે છે અને જ્યાં ભૈરવનાથ નુ મસ્તક જઈ ને પડ્યું હતું તે જગ્યાને ભૈરવ ઘાટી કહે છે.

એવી માન્યતા છે કે જયારે મસ્તક ધડ થી અલગ થયું તો તે સતત માતાનું સ્મરણ કરતો હતો અને તેને પોતાના પાપો માટે ક્ષમા યાચના કરી ત્યારે માતા તો દિનદાયાળી છે તેને ભૈરવ ને માફ કરી વરદાન આપ્યું કે જે ભક્ત માનતાં લઈ મારા દર્શનાર્થે આવશે એ જ્યાં સુધી ભૈરવ મઢ ના દર્શન નહિ કરે ત્યાં સુધી તેની માનતાં અધુરી ગણાશે. એટલે તો જે કોઈ માતા ના દર્શને જાય છે તે અચૂક ભૈરવ બાબા ના પણ દર્શન કરે છે.

એવી માન્યતા છે કે ત્યાર બાદ માતા અંતરધ્યાન થઇ ગયા અને એક પિંડ ના સ્વરૂપે ત્યાં ગુફા માં સ્થાયી થય ગયા. માતાના પરમ ભક્ત શ્રીધર ને પણ સંતાન સુખ મળ્યું અને વરદાન મળ્યું કે તે અને તેના વારસદારો આ જગ્યા માં માતા ની સેવા પૂજા કરશે. આજે પણ તેમના વંશજો માતા ના દરબાર માં પૂજા કરે છે.

Comments

comments


3,418 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =