સામાન્ય રીતે બધા લોકોનું સપનું હોય છે કે તેઓનું સારામાં સારા એરિયામાં સારું ઘર હોય અને મોજ-મસ્તી કરતા જિંદગી વિતાવે. પણ, આ કપલ સાથે અલગ છે.
પ્રેમ વ્યક્તિને કઈ પણ કરવા માટે મજબુર કરી દે છે. પ્રેમ સિવાય મજબૂરી પણ વ્યક્તિને ક્યાંથી ક્યાં લઇ આવે તેનો કોઈ અંદાજો પણ નથી લગાવી શકતા. જનરલી ગટર ને જોતા જ લોકોને ચિત્રી ચઢવા લાગે તો આમાં રહેવાની તો બોહું દુરની વાત છે.
મજબૂતી ને કારણે લેટીન અમેરિકી કોલામ્બીયો ના દંપતી મારિયા ગાર્સિયા (maria garcia) અને તેમનો પતિ મિગુઅલ રેસ્ટ્રેપો (miguel restrepo) પાછલા ૧ કે ૨ નહિ પણ ૨૨ વર્ષથી ગટરમાં રહે છે. આની પાછળની કહાની પણ રોચક છે.
ખરેખર, આ દંપતીની જયારે મુલાકાત થઇ ત્યારે તેઓ ડ્રગ્સ થી ટેવાયેલ હતા, જેના કારણે તેઓ ગરીબ થઇ ગયા અને બંને ના ઘરવાળાઓ એ આમને ઘરેથી બહાર કાઢી નાખ્યા. પહેલા આ લોકો ફૂટપાથ પર રહેતા હતા બાદમાં ગટરના નાળામાં રહેવાનો નિર્ણય લીધો.
જયારે આ કપલે સાથે રહેવાનો નિર્ણય લીધો ત્યારે બંનેએ ડ્રગ્સથી મુક્ત થવાનો પણ સંકલ્પ કર્યો. કપલે આ ગટરને પણ વ્યવસ્થિત રીતે સજાવી છે જેથી તે ઘર જેવી લાગે.
ઘરમાં ઘણી બધી જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમકે વીજળી, ટીવી અને સાથ આપવા એક ‘બ્લેકી’ નામનો કુતરો. સાદગી અને દુનિયાની ભીડ ભાડથી આજે કપલ આ ઘર છોડવા રાજી નથી.