શિયાળામાં આપણને ખબર છે કે લીલી ડુંગળી બહું જ સરસ આવે છે, એવી જ રીતે લીલું લસણ પણ ખુબ જ ફ્રેશ આવે છે, જેના પાન પણ અપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ।
લસણની ચટણી તો બારે માસ બનાવતા હોઈએ છીએ, પરંતુ શિયાળામાં જ્યારે લીલું લસણ આવે છે તો કેમ એની જ ચટણીના બનાવીએ ? જે ફ્રીઝમાં સ્ટોર કરી કેટલાક દિવસો સુધી વાપરી શકાય છે.
સામગ્રી:
- ૧૦ થી ૧૨ નંગ લીલું લસણ,
- ૧ નંગ ટામેટું,
- ૧ કોથમીરની પણી,
- ૩ થી ૪ નંગ લીલા મરચા.
- ૧/૨ ચમચી આખું જીરું,
- ૧/૨ ચમચી નમક.
રીત:
સૌપ્રથમ અપણે લીલું લસણ લઈશું. અને તેના લીલા પાન પણ ઉપયોગમાં લઈશું॰
હવે તેના ફોતરાં(છાલ) કાઢી લો. અને નાના નાના કટકા કરી લો
હવે ચટણી બનાવવા માટે લીલા લસણના કટકા કરી લસણ, તેના પાન, કોથમીર, મરચાં અને ટામેટા લો.
હવે મિક્ષર માં સૌપ્રથમ લીલા લસણના કટકા કરી ઉમેરો. તેના નાના નાના કટકા કરીશુ જેથી આ જલ્દી થઈ ક્રશ થઈ જાય
હવે મિક્ષ્રરમાં લસણના પાન ઉમેરીશું. પાન જે લીલા અને સારા હોય તે જ ઉમેરીશું. પાન ધોઈ લેવાં.
હવે તેમાં લીલા મર્ચાંના નાના નાના કટકા કરી ઉમેરશું. મરચા જેટલું તીખું પસંદ હોય એટલા લઇ શકો છો
હવે તેમાં એક ખાટું ટામેટું ઉમેરીશું. જેથી તેમાં એક સરસ ખટાશનો ટેસ્ટ પણ આવી જાય
હવે તેમાં કોથમીરને સમારીને ઉમેરીશું અને તેની ઉપર આખું જીરૂ અને નમક સ્વાદ પ્રમાણે ઉમેરીશું.
અને મિક્ષ્રરમાં પ્રોપર ક્રશ કરી લઈશું.
હવે તેને એક કાચના બાઉલમાં કાઢી સર્વ કરો.તો તૈયાર છે લીલા લસણની ચટણી॰
નોંધ: લીલા લસણની ચટણી ફ્રીઝમાં મૂકી સ્ટોર કરી શકીએ છે. જે ઢોકળા, તેમજ બીજી વાનગીઓ જોડે લઇ શકાય છે.
ટમેટાની જગ્યા પર તમે લીંબુ પણ વાપરી શકો છો.
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.