જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં લક્ષ્મીજી વિરાજમાન થાય તો આ ભૂલો ક્યારેય ના કરતા…

મનુસ્મૃતિમાં સ્ત્રી સંબંધિત અનેક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રીના હાવ-ભાવ સહિત એ તમામ વાતો વિશે જણાવાયું છે જે સ્ત્રીના ચરિત્રને પરિભાષિત કરે છે. તો ચાલો આજે એવી ત્રણ વસ્તુઓ વિશે જાણીએ જે ઉપહાર તરીકે સ્ત્રીને આપવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. મનસ્મૃતિ અનુસાર ઘરમાં સ્ત્રી ખુશ અને હસતી હોય તો ઘરમાં પ્રભુનો વાસ થાય છે અને સાથે જ સમૃદ્ધિ પણ વધે છે અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું ત્યાં દુર્ભાગ્યનો વાસ થાય છે.

– મનુસ્મૃતિ અનુસાર જે ઘરમાં માતા, બહેન, પત્ની, દીકરી સારા વસ્ત્ર પહેરી ફરતી હોય ત્યાં ભગવાન પણ પ્રસન્ન રહે છે. આવા ઘરમાં સ્ત્રીઓ ખુશ હોય છે અને ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે જો તે મેલાં કે ફાટેલા કપડા પહેરતી હોય તો ઘરની સ્થિતી પણ તંગહાલ જ રહે છે.

– એવી કોઈ સ્ત્રી નહીં હોય જેને આભૂષણ પ્રિય ન હોય. સ્ત્રીના હાથ, કાન, ગળું, નાક ક્યારેય ખાલી હોવા ન જોઈએ. ઘરમાં સ્ત્રી ઘરેણાં ધારણ કરી નિવાસ કરે તો ઘરમાં સમૃદ્ધિ વધે છે. સારાં કપડાં અને આભૂષણ ધારણ કરી સ્ત્રી જે ઘરમાં રહે છે ત્યાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે.

– ઘરમાં સ્ત્રી સાથે ક્યારેય કટુવચન ન બોલવા. જે વ્યક્તિ ઘરમાં સ્ત્રીઓને સન્માન નથી આપતાં ત્યાં લક્ષ્મી વાસ કરતી નથી. મનુસ્મૃતિ અનુસાર જે ઘરમાં સ્ત્રીની હાલત ખરાબ હોય ત્યાં દુખ અને કલેશનો વાસ થાય છે. વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી દરેક વ્યક્તિએ સ્ત્રીનું સન્માન કરી તેને પ્રેમ અને આદર આપવો જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તો આજથી જ પ્રયત્ન કરો કે તમારા ઘરની દરેક સ્ત્રી ખુશ રહે.

Comments

comments


4,326 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 10