જૂની કેહ્વતો મુજબ સાચું પડે છે કે સમય બળવાન હોય છે તે એક પળ મા રાજા ને રંક અને રંક ને ક્યારે રાજા બનાવી દે એ કોઈ નથી જાણતું. અહિયાં પણ આ કેહવત મુજબ વાત કરવામાં આવે છે મધ્ય પ્રદેશ ના શિવપુરી જિલ્લા ની કે જ્યાં એક આદિવાસી મહિલા ની વાર્તા આ કેહવત ના સત્ય ને ઉજાગર કરે છે.
ઘણા સમય પેહલા જે મહિલા સરકારી લાલબત્તી વાળી ગાડી મા ફરતી હતી તેમજ જેની પાસે રાજ્યમંત્રી નો દરજ્જો હતો એવી આ આદિવાસી મહિલા ને હવે પોતાના ભરણપોષણ માટે બકરીઓ ને પાળી ને ગુજરાન ચલાવવું પડે છે. અહિયાં જ વાત નો અંત નથી થતો પૂર્વ જિલ્લા પંચાયત ના અધ્યક્ષ પાસે અત્યારે રહેવા માટે ઘર પણ નથી, જેના લીધે તે એક કાચી ઝૂંપડી મા રહીને તેના સંતાનો નું ભરણ-પોષણ કરી રહી છે.
મોટા-મોટા અધિકારી વર્ગ પણ તેમને મેડમ કહીનો બોલાવતાં
આ જુલી નામની મહિલા પોતે જિલ્લા પંચાયલ ના અધ્યક્ષ પદે નિમણુંક થયેલા અને ત્યારે સરકારી લાલ બત્તીવાળી કાર મા ફરતા હતા તેમજ ત્યાર ના શાસન તરફ થી તેમને રાજ્યમંત્રી નો પદ પણ આપવામાં આવ્યો હતો. નાના-મોટા અધિકારી વર્ગ પણ તેમને મેડમ કહી ને બોલાવતા હતા, એ જ જૂલી આજે સમય ની થપાટ ને લીધે ગુમનામી ના અંધારા મા જિલ્લા ની બદરવાસ જનપદ પંચાયત ના ગામ રામપુરી ના લુહારપુરા વિસ્તાર મા રહી બકરી ચરાવવાનું કામ કરે છે.
૫૦ થી પણ વધુ બકરી ચરાવે છે
વાત થાય છે કે વર્ષ ૨૦૦૫ માં પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા ના નામચીન નેતા રાજસિંહ યાદવે જૂલી ને પંચાયત ના સભ્ય બનાવ્યા હતા. તેમની કાર્ય કુશળતા જોઈ ત્યાં ના જ એક બીજા પૂર્વ ધારાસભ્ય વીરેન્દ્ર રઘુવંશીએ તેમને જિલ્લા પંચાયત અધ્યક્ષ નુ પદ આપ્યું હતું. હાલ આ મહિલા પોતાના ગામ ની ૫૦ થી પણ વધુ બકરીઓ ને ચરાવવાનું કામ કરે છે. તેમને જણાવ્યું કે બકરી ચરાવવા માટે તેમને એક બકરી દીઠ પચાસ રૂપિયા મહીને મેહતાણું મળે છે.
મજૂરી કામ કરવા માટે જવું પડે છે બીજા રાજ્યો મા
તેમના જણાવ્યા મુજબ તેમને મજૂરી કામ કરવા માટે પોતાનું રાજ્ય છોડી ગુજરાત જેવા બીજા અન્ય રાજ્યો મા પણ જવું પડે છે. હાલ ગરીબી રેખા ની નીચે જીવન જીવતા તેમને પોતાના માટે ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત મળતી સહાય અંગે આવેદન પત્ર પણ આપ્યો હતો અને તેને મંજુર પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી હજુ કોઇપણ જાત ની સહાય મળી નથી. આ સહાય ના મળવાના લીધે તેમને પોતાના ગામ માં જ એક કાંચી ઝુપડી બનાવી જીવન વિતાવવું પડે છે.