શીતળા સાતમ તમે પણ ઉજવતાં જ હશો પણ શું તમે આ માહિતી જાણો છો…?

અંધશ્રધ્ધાઓ

કહેવા માટે અને વાત કરવા માટે તો ઘણું છે પણ આજે હું જે કાંઇ જોઇ રહ્યો છું એ જ બાબતમાં વાત કરીશ.
તો પહેલાંના સમયમાં ટેક્નલોજીનો અભાવ હતો તથા લોકોનાં મગજ એટલાં વિકસિત તો હતાં નહિ. તો પછી એમણે કેટલાંક નિયમો બનાવેલ હતા જે દરેકના હિતમાં હતા.

તે સમયે એ નિયમો કોઇક કારણોસર ખરેખર માન્ય ગણી શકાય તેવા હતા. પણ હાલના સમયે જો તમે એ જોશો તો એ દરેક નિયમને અંધશ્રધ્ધા જ ગણવી ખોટી નથી….!

એ સમયે તહેવારોની વાત કરીશું તો પહેલાં તો શીતળા સાતમ એ હવે દરેક લોકો રાંધણછઠ્ઠના દિવસે જે કંઇ બનાવ્યું હોય એ જ ઠંડુ ખાવાનું ખાતા હોય છે. પણ એમાં પણ લોકો પોતાની જાતી પ્રમાણે સાતમ કરતાં હોય છે. અને જો કોઇ એમને પૂછે કે તમે આજે કેમ સાતમ કરો છો તો એ વ્યક્તિ કહેશે કે અમારી જાતીના લોકો આજે જ સાતમનો તહેવાર ઉજવે છે.

તો શું આ શીતળામાતા માટે જે દંતકથા છે એ પ્રમાણે કે માતાજી સાતમના દિવસે દરેકના ઘરે જે ચૂલો હોય એ ચૂલામાં આળોટવા આવે છે અને આ સમયે એ દાઝી ના જાય એના માટે છઠ્ઠના દિવસે બનેલું ખાવાનું જ ખાવામાં આવે છે.

પણ આ વાત કેટલાં ટકા સાચી સમજવી…? શું માતાજી લોકોની જાત-પાત જોઇને ચૂલામાં અળોટવા આવતા હશે…? શું માતાજીને ખબર છે કે આ વ્યક્તિની આજે જ સાતમ છે…? અને મેં તો કેટલાક એવાં લોકો પણ જોયાં છે જે સાતમ જેવું કંઇ ઉજવતાં જ નથી. તો શું માતાજી એમનાં ઘરે જે ચૂલો હોય ત્યાં નથી જતા…? કેમ કે જો જશે તો તો દાઝી જવાય ને…?

આ બધી વાતોની વચ્ચે એક વાત એ પણ જોવા મળે છે કે લોકો પોતાનાં ઘરે માતાજી આવે એનો ભય રાખીને ઘરે કંઈ નથી બનાવતા પણ પોતાની દુકાન હોય તો તે દુકાને જો કંઇ બનાવાની જરૂર પડે તો જરૂરથી એ બનાવે જ છે. અથવા કોઇ હોટેલમાં જઈને ગરમા ગરમ જમવાનું પણ જમીને જ આવે છે ત્યારે કોઇ માતાજી નથી નડતાં કે કોઇ માતજી નથી દાઝતાં…?

હવે મૂળ વાત પર આવીએ તો વાત એમ છે કે જ્યારે આ સાતમના તહેવારની વાત અમલમાં આવી તે સમયે કોઇ પણ ઘરે કોઇ પણ સ્ત્રીને સમય નહોતો મળતો હતો કે એ શાંતિથી આરામ કરે કે પછી શાંતિથી ક્યાંય ફરવા જાય તો એ માટે એ સ્ત્રીઓને એક દિવસ પૂરતી આઝાદીથી આરામ કરવાની ફરવાની શાંતિ મળે. એ જ કારણસર આ તહેવાર અમલમાં આવેલો કે આગલા દિવસે આખા દિવસની જહેમત કરી ને રસોઇ કરી દેવામાં આવે અને બીજા દિવસે કોઇ પણ ચિંતા વગર આરામ કરે આથવા ફરવા જતા રહે. પણ હાલના સમયે એ વાત અંધશ્રધ્ધામાં પ્રવર્તી ગઇ છે કે માતાજી આવે છે અને બીજી પણ ઘણી વાતો ખબર નહિ કઈ કેટલીય અંધશ્રધ્ધાઓ જે ગણતાં પણ ના ગણી શકાય.
આ સાતમના દિવસે લોકો કંઇ કેટલીય અવનવી વાનગીઓ બનાવશે પણ એ બઘી વાનગીઓ જે કોઇ સગાંસંબધી હશે એમને જ ખવડાવશે અને ઘરના લોક જ ખાશે પણ શું એ વાનગીઓ કોઈ ગરીબ માણસો જેમણે ક્યારેય ચાખી પણ ના હોય એમને ખવડાવશો તો પુણ્ય ના મળે…? શું મનમાં ખુશીનો ભાવ ના થાય…? એવો આંનદ જે કોઇ પણ આનંદની સામે ફિક્કો પડી જાય…?
કેમ નહી…? પણ આ આનંદ લેવો જ કોને છે? બસ, દરેક લોકોને પોતીકી જ ચિંતા છે. પોતાનાં સ્ટેટસની ચિંતા ચે કે સામેવાળા વ્યક્તિની સામે પોતાનું સ્ટેટસ નાનું ના દેખાય બસ…!

આવી દરેક બાબતો દરેક તહેવારો સાથે જોડાયેલી છે જેની પાછળનું કારણ કંઈ હોય અને આપણે એ કારણને સમજીએ કંઈ બીજું જ. તો આવો આપણે જ આ બધી વાતોને પાછળ મૂકી આગળ નીકળવાનો પ્રયત્ન કરીએ. ભલે વધારે ના સહિ કોઇ એક ગરીબના દિલને તો ઠારીએ.
અંધશ્રધ્ધાની આંધળી દોટમાં

કોઇ રહ્યું ભૂખ્યું તો,
કોઇક પથ્થરોએ ભોજન ન આરોગતા
ભોજન આરોગવાનો કર્યો ઢોંગ,
ઢોંગ કરવામાં પણ જુઓ
આ પથ્થરો તો ના ઠર્યા રોંગ,
આ ઢોંગમાં ક્યાંક દૂધની નદીઓ વહી
તો ક્યાંક કોઇને સૂકી રોટલી પણ ના જડી,
કોઇ માતા શું આટલી નિર્દય બની…?
અનેક પકવાનો લઇ પેટ પોતાનું ભરવા બેઠી…!
થાળ ધરી ભક્તો ઘરે ગયા પણ,
એ ગરીબ ભૂખ્યાંની કોને માયા,
શરમસાર થઇ ઇન્સાનિયત જ્યારે;
એ બાળક મંદિર બહાર બેઠો.
દૂધની વહેતી ધાર તાકતો,
સૌ કોઇએ ભગવાનને તૃપ્ત કર્યા પણ
કોઇએ એ બાળકને
ના દૂધના પ્યાલા ધર્યા.

લેખક : કલ્પેશ ચૌહાણ “કાવુ”

તમે પણ આવી કોઈ વાત જાણતા હોવ તો અમને જણાવો.

Comments

comments


4,601 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6