ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બજારમા મળતા ખાખરા હવે તમારા ઘરે જ બનાવો, સ્વાદ જોઈ તમે પણ ચાખતા રહી જશો

ગુજરાત મા નાસ્તા તરીકે ખાખરા નો ઉપયોગ થાય છે. અમુક વ્યક્તિ એવુ વિચારી ને બેઠા હોય છે કે ગામ મા મળતા ખાખરા જેવા કુરકુરા ખાખરા ઘરે બનાવવા સંભવ નથી. પણ હવે તમે બજાર મા મળતા ખાખરા જેવા જ ખાખરા ઘરે બનાવી શકો છો. ખાખરા બનાવતા સમયે અમુક વસ્તુ નુ ધ્યાન રાખતા ગામ જેવા જ ખાખરા બનાવી શકો છો.

ખાખરા મા પણ નવી-નવી વેરાયટીઓ જોવા મળે છે જેમ કે, મેથી વાળા ખાખરા , મસાલાવાળા ખાખરા , સાદા ખાખરા વગેરે… આ ખાખરા કઈ રીતે બનાવવા મા આવે છે અને તેમા કયા-કયા મસાલા નો ઉપયોગ થાય છે. ખાખરા મા તેલ નો ઉપયોગ ન કરવાથી તે અન્ય તળેલા નાસ્તા કરતા વધુ ગુણકારી સાબિત થાય છે.

ખાખરા ની બનાવટ મા ઉપયોગ મા લેવાતી વસ્તુઓ:

બે ચમચી બેસન , એક ચમચી કસુરી મેથી , એક કપ ઘઉ નો લોટ , અડધી ચમચી હળદર , અડધી ચમચી આખા અજમા , અડધી ચમચી જીરા પાઉડર , લાલ ચટણી , બે ચમચી તેલ , એક કપ દુધ , સ્વાદ મુજબ નમક , તળવા માટે તેલ .

પદ્ધતિ:

એક બાઉલ મા ઘઉ તેમજ ચણા ના લોટ ને ચાળી ને મિક્સ કરવો. તેમા સુકવેલ મેથી ઉમેરવી. ત્યારબાદ તેમા હળદર , જીરા પાઉડર , લાલ ચટણી અને સ્વાદ મુજબ નમક ઉમેરી ભેળવવુ. ત્યારબાદ તેમા અજમા ને ખાંડી ને તેમા ઉમેરવો. હવે તેમા બે ચમચી તેલ ઉમેરી બધુ બરાબર ભેળવવુ.

આ તૈયાર કરેલ મિશ્રણ મા ધીમે-ધીમે દુધ ઉમેરી લોટ બાંધવો. લોટ વધારે કઠણ કે વધારે નરમ ન રાખવો. આ તૈયાર લોટ ને ૨૦ મિનિટ સુધી ઢાકી ને રાખવો. ત્યારબાદ તેમા થોડુ તેલ ઉમેરી લોટ ને બરાબર કણસવો અને તેના નાના-નાના ગોળા બનાવવા. આ ગોળા ને પાટલા પર ખાખરા નો આકાર આપવો. પાટલા પર ખાખરો ચોટી ન જાય તે માટે લોટ ભભરાવવો અને એક સરખો વણવો.

હવે આ તૈયાર ખાખરા ને ગેસ પર એક ગરમ તવી પર શેકવો અને કપડા ની મદદ વડે તેને ફુલવા ન દેવો. નહીતર તે રોટલી જેવો બનશે. હવે તેને ધિમા ગેસ પર આછા બદામી રંગ નો થાય ત્યા સુધી શેકવો. આવી જ રીતે ખાખરા ને બન્ને બાજુ શેકવા. કપડા થી દબાવી-દબાવી ને શેકવા થી ખાખરા એકદમ કુરકુરા બને છે.

બધા જ ખાખરા ને આ રીતે શેકી લો. આમ બધા ખાખરા તૈયાર થતા તેને ઠંડા કરી એક ડબરા મા ભરી દો. તો તૈયાર છે ગામ જેવા જ ખાખરા. આ રીતે આટલી માત્રા મા સામગ્રી લેવાથી તમે લગભગ દસ ખાખરા બનાવી શકો છો. જ્યારે તમે બજાર મા દસ ખાખરા લેવા જશો તેના કરતા તમે ઘરે બનાવશો તો તે તમારા માટે વધુ સસ્તું રહેશે અને શરીર માટે પણ આ ખાખરા ઘણા ગુણકારી સાબિત થાય છે.

Comments

comments


4,158 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 56